Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ભારતમાં દર ૧.૯ મિનિટે એક ઇજાગ્રસ્ત વ્યકિતનું મૃત્યુ

અમદાવાદમાં યોજાયેલ નેશનલ કોન્ફરન્સ ખાતે

અમદાવાદ : ટ્રોમાસિકોન ૨૦૧૯ તરીકે જાણીતી ઇન્ડિયન એશોસિએશન ઓફ ટ્રોમાલોજી એન્ડ ક્રિટીકલ કેર દ્વારા ટ્રોમા કેરમાં નવમી નેશનલ કોન્ફરન્સનું આયોજન અમદાવાદમાં થઇ હતી. ઇન્ડિયન એશોસિએશન ઓફ ટ્રોમા એન્ડ ક્રિટીકલ કેર અને એશોસિએશન ઓફ અમદાવાદ સર્જન એન્ડ ગુજરાત સ્ટેટ સર્જન એશો. દ્વારા સંયુકતપણે થયુ હતુ.

કોન્ફરન્સમાં ટ્રોમા પિડીતોની સાર સંભાળ કરવા બહુ શાખીય અભિગમમાં હાલના અને વિકસતા પ્રવાહો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યુ હતુ. ઇન્ડિયન એશો. ઓફ ટ્રોમાટોલોજી એન્ડ ક્રિટીકલ કેર (આઇએટીસીસી)ના પ્રેસીડન્ટ અને કોન્ફરન્સના ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડો.સંજય શાહે કહ્યુ હતુ કે વિકાસશીલ દેશોમાં ટ્રોમાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યુ છે અને જાહેર સ્વાસ્થ્યની મોટી સમસ્યા બની ગઇ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ મુજબ વિકાસશીલ દેશમાં વર્ષે ૨૦૨૦ સુધીમાં મૃત્યુદર માટે ત્રીજુ સૌથી મોટુ કારણ ટ્રોમા બનશે.

ભારતમાં દર ૧.૯ મિનીટે એક ઇજાગ્રસ્ત વ્યકિતનું મૃત્યુ થાય છે. સમસ્યાની તિવ્રતાને ધ્યાને રાખીને ટ્રોમાના ક્ષેત્રમાં જાણકારી વધારવા તથા શિક્ષણ અને સંશોધન દ્વારા સચોટ સારવાર કરવા ગંભીર પ્રયાસો જરૂરી છે. ઇજાગ્રસ્ત દર્દીની સારવાર કરવા માટે વિવિધ શાખાઓના તબીબી નિષ્ણાંતો વચ્ચે ટીમ વર્કની જરૂર છે ટ્રોમાસિકોન ૨૦૧૯ વિશિષ્ટ મંચ છે.

(3:25 pm IST)