Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

આઈ.એ.એફ.નો સર્વે

ICICI પ્રુડેન્શીયલ ટોચ ઉપર, એચડીએફસી બીજા સ્થાને

અમદાવાદઃ વેલ્થ ફોરમ અડવાઇઝર કોન્ફિડેન્શ ર૦૧૯ના નિવેશકોને વધારે રિટર્ન આપવા અને ઓછું જોખમના સર્વેમાં દેશની અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ આઇસીઆઇસીઆઇ પ્રુડેંશિયલ મ્યુચ્યુઅલ ફંડ ટોપ પર રહી છે. જયારે એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ બીજા ક્રમે રહી છે. ૪ મોટી કેટેગરીમાંથી ૩ કેટેગરીમાં આઇસીઆઇસીઆઇ પ્રુડેંશિયલ ટોચ પર રહ્યુ છે.

વેલ્થ ફોરમના આ ૮ મો સર્વે દેશના ૪પ શહેરોમાં ર૪પ સ્વતંત્ર વિતીય સલાહકાર દ્વારા કર્યુ હતું. જે લોકો પોતાના શહેરોમાં ટોપ પમાં આવે છે.

આ સર્વેમાં પાછલા ૬ વર્ષોથી આઇસીઆઇસીઆઇ પ્રુંડેશિયલ ટોપ મ્યુચ્યુઅલ ફંડ પર રહ્યુ છે. આ સર્વેમાં લાંબાગાળાના રોકાણમાં ઇકવીટી રીટર્ન આપવા માટે ટોપ પર રહ્યુ છે. ડેટ ફંડથી વધારે રીટર્ન આપવા માટે આઇસીઆઇ રીટર્ન આપવા માટે આઇસીઆઇસીઆઇ પ્રુડેંશિયલ બીજા ક્રમે અને ફ્રેકલિન ટેપલટન પહેલા ક્રમે રહ્યુ છે. આજ રીતે હાઇબ્રિડ ફંડથી વધારે રીટર્ન આપવામાં આઇસીઆઇસીઆઇ પ્રુડેંશિયલ પહેલા અને એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ બીજા ક્રમે અને કોટક ત્રિજા ક્રમે રહ્યુ હતું. સર્વમાં એ જાણવા મળ્યુ છે કે જોખમી સંબંધિત પૈસાને સુરક્ષીત રાખવા માટે આઇસીઆઇસીઆઇ પહેલા અને એચડીએફસી બીજા નંબરે છે.

(3:25 pm IST)