Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

અમદાવાદના સાઉથ બોપલમાં ભારે કડાકા સાથે પાણીની ટાંકી પર વીજળી ખાબકી

વીજળી પડવાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા

અમદાવાદમાં આજે સવારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે સાઉથ બોપલમાં ભારે કડાકા સાથે વીજળી પડી હતી. આ વીજળી બિન્ડિંગ પર આવેલ પાણીની ટાંકી પર પડી હતી. જેથી કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ વીજળી પડવાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે.

બિલ્ડિંગ પર વીજળી પડતો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં વીજળીના ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. બીજી તરફ લોકોમાં પણ વીજળીથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

(2:22 pm IST)