Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

મેઘરજમાં ભારે વરસાદ : વૈડી ડેમ ઓવરફ્લો : કોઝવે ધોવાયો : 15 ગામનો સંપર્ક તૂટ્યો : સંખેડાનું કન્ટેશ્વેર ગામ પણ સંપર્ક વિહોણું: ઢાઢર નદી બે કાંઠે

અરવલ્લીના મેઘરજમાં પણ ભારે વરસાદને પગલે વૈડી ડેમ ઓવરફ્લો થયો છે. વૈડી ડેમ ઓવરફ્લો થતાં વેસ્ટવેરના પાણીથી વાંધામાં પુર આવ્યું છે. પરિણામે કોઝવે સંપૂર્ણપણે ધવાઇ ગયો છે. કોઝ-વે ધોવાઇ જવાને કારણે 15થી વધુ ગામો સંપર્કવિહોણા થયા છે. જ્યારે કે ગોઢાથી મોટી મોરી રાજસ્થાન તરફ જતા વાહનવ્યવહારને અસર થઇ છે.

 બીજી તરફ સંખેડા તાલુકાનું કન્ટેશ્વેર ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે. ત્યારે ધોધમાર વરસાદને લઈ ઢાઢર નદી બે કાંઠે વહેતી થઇ છે. વધુ વરસાદના પગલે ગામના રસ્તે પાણી ફરી વળતા અવર જ્વર નો રસ્તો બંધ થયો છે.

(1:07 pm IST)