Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

અમદાવાદમાં વરસાદથી વિઝિબિલિટી ડાઉન : વાહન ચાલકોને હાલાકી : ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો

સવારે વરસાદી ઝાપટાં શરૂ થતાં લોકોને ઓફિસ અને ધંધા-રોજગાર જવા માટે તકલીફ

અમદાવાદઃ રાજ્યમાં ફરી એકવાર વરસાદે બેટિંગ શરૂ કરી છે. આજે વહેલી સવારથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થઇ હતી. અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે ઠેરઠેર ટ્રાફિક જામ અને લોકોને હાલાકીના દ્રશ્યો સામે આવ્યા હતા.

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે સમગ્ર શહેરના જનજીવનને ઠપ કરી દીધુ હતુ. સવારે 6 થી 9 વાગ્યા સુધી સામાન્ય વરસાદ રહ્યો, બાદમાં 9 વાગ્યા પછી ભારે વરસાદી ઝાપટાં શરૂ થતાં લોકોને ઓફિસ અને ધંધા-રોજગાર જવા માટે તકલીફો પડી હતી. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા અને ટ્રાફિક જામ થયા હતા  ભારે વરસાદના કારણે શહેરમાં વિઝિબિલીટી ડાઉન થઇ ગઇ હતી

(12:26 pm IST)