Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

અરવલ્લીમાં મેઘમહેર : મોડાસા અને મેઘરજમાં બે ઇંચ : ભિલોડામાં એક ઇંચ વરસાદ

જિલ્લામાં રાત્રિ દરમિયાન વરસાદે માજા મુકી: ચોતરફ વરસાદી માહોલ સર્જાયો

અરવલ્લી : રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ છે ત્યારે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.. છેલ્લા 24 કલાકમાં મોડાસા અને મેઘરજમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે ભિલોડામાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં રાત્રિ દરમિયાન વરસાદે માજા મુકી હતી. હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહી મુજબ ચોતરફ વરસાદી માહોલ સર્જાયો છે.

(12:12 pm IST)