Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

અમદાવાદમાં મોડીરાતથી ગાજવીજ વરસાદ : વાસણા બેરેજના ત્રણ દરવાજા બે ફૂટ ખોલાયા

ઘણા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહારમાં પણ મુશ્કેલી

અમદાવાદ શહેરમાં મોડી રાતથી ફરી એકવાર વરસાદે બેટિંગ શરૂ કરી છે. મોડી રાતથી જ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના ઘણા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહારમાં પણ મુશ્કેલી ભોગવવી પડી રહી છે. શહેરના અન્ય વિસ્તાર વેજલપુર, નરોડા, મેમ્કો, ઈસનપુર, બોડકદેવ, રાણીપ સહિત વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં મોડી રાતથી છૂટોછવાયો વરસાદ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

   શહેરમાં ખાબકી રહેલા વરસાદના કારણે વાસણા બેરેજના 3 દરવાજા 2 ફુટ સુધી ખોલવામાં આવ્યા હતા. AMC દ્વારા ભારે વરસાદની આગાહીને લઈને પૂર્વ આયોજનના ભાગરૂપે વાસણા બેરેજનું લેવલ 130 ફૂટથી નીચું રાખ્યું છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના પગલે સાબરમતી નદીમાં પણ 5121 ક્યુસેકની આવક થઇ રહી છે જ્યારે બીજી બાજુ હવામાન વિભાગ તરફથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. વરસાદની આગાહીના કારણે વાસણા બેરેજમાંથી 5064 ક્યુસેક પાણી નદીમાં અને કેનાલમાં 220 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. શહેરમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે અને ધીરે ધીરે વરસાદનું જોર વધી રહ્યું

(12:03 pm IST)