Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

અંબાજી મંદિરના શિખરે ૧૩૦ ધજા ચડાવાઇ

અંબાજીના મહામેળામાં પ્રથમ દિવસે ત્રણ લાખ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો

 અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું ઉદ્દઘાટન રવિવારે રાજ્યના સીએમ વિજયભાઇ રૂપાણીએ કરાવ્યું હતું. અંબાજીમાં પહેલા દિવસે જ લાખો ભાવિકો-ભકતો મંદિરમાં દર્શન કરવા ઉમટી પડયા હતા. આજે ભાદરવી પૂનમના મેળાનો બીજો દિવસ છ.ે સાત દિવસના મહામેળાના પ્રથમ દિવસે જ ભકતો ધજા લઇને મંદિર પરિસરમાં પહોંચ્યા હતા.

મેળાના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં ત્રણ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. મેળાના પ્રથમ દિવસે મંદિરને દાન-ભેટની કુલ આવક પણ ૬૧.ર૦ લાખ રૂપિયાની થઇ હતી. તો વિવિધ બેન્કમાં ૩ર.૯૮ લાખની આવક થઇ છે. અંબાજીમાં મહામેળાના કારણે રાજયના એસટી વિભાગે પણ ખાસ વ્યવસ્થા કરી છે. રાજયના એસટી વિભાગે ૪૪ર ટ્રીપ અંબાજીની કરી છે, જેમાં ૧૯ હજારથી વધુ યાત્રાળુઓએ મુસાફરી કરીછેઅંબાજીમાં ઉડનખટોલાની વાત કરીએ તો, કુલ પર૦૦ યાત્રાળુઓએ તેનો લાભ લીધો છ.ે

પ્રથમ દિવસની મેળામાં કુલ આવક ૬૧,ર૦,૮ર૬ થઇ. મંદિરના શિખરે ૧૩૦ ધજા ચઢાવાઇ, રર,૪૧૯ લોકોએ ભોજન પ્રસાદ લીધો, ૩,ર૦,૩૦૦ પ્રસાદનું વિતરણ થયું. ૧૯,૦૮૯ પ્રવાસીઓએ બસનો લાભ લીધો.(૬.૭)

(10:49 am IST)