Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ કાચના ગ્લાસની જગ્યાએ તાંબાની બોટલમાં પાણી પીશે

અધિકારીઓની ચેમ્બર તેમજ તમામ ઝોન ઓફિસમાં પણ તાંબાની બોટલનો ઉપયોગ કરવા તાકીદ

 

સુરત મનપા અધિકારી દ્વારા  એક આદેશ કરવામાં આવ્યો છે. સુરત મનપાના અધિકારીઓ હવે કાચના ગ્લાસની જગ્યાએ તાંબાની બોટલમાં પાણી પીશે

   સુરત મનપા કમિશનરે તાજેતરમાં મેળેલી બેઠકમાં અધિકારીઓએ તાંબાની બોટલમાં પાણી આપવા તાકીદ કરી છે. હવે પછી તમામ બેઠકોમાં મનપામાં તાંબાની બોટલમાં પાણી આપવામાં આવશે. અધિકારીઓની ચેમ્બર તેમજ તમામ ઝોન ઓફિસમાં પણ તાંબાની બોટલનો ઉપયોગ કરવા તાકીદ કરવામાં આવી છે. ઉપરાંત બ્યુટિફિકેશન કરતા પાયાની સુવિધાઓને અગ્રિમતા આપવા પણ મનપા કમિશનરે અધિકારી-કર્મચારીઓને તાકીદ કરી છે.

(12:16 am IST)