Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

વડતાલ સ્વામિનારાયણ મંદિરના ત્રણ સ્વામી સામે પાર્ષદ સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ગુનો દાખલ: મોટો ખળભળાટ

પીડિત કિશોર સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસકરવા સાથે સેવા અપાતો હતો : કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી : વારંવારની પાપલીલાથી કંટાળી માતા પિતાને જાણ કરતા ભાંડો ફૂટ્યો

 

વડતાલ : સુપ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુએ સ્વામિનારાયણ સંપ્રદાય પર કરેલી ટિપ્પણીનો વિવાદ હજુ ચાલુ શમ્યો નથી ત્યાં  ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ વડતાલ સ્વામિનારાયણ મંદિરના ત્રણ સ્વામીઓ વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની  પોલીસ ફરિયાદ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે

  ભગવાનના નામે સ્વામીઓએ પાપ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે જેમાં  સુવ્રત સ્વામી, દેવ પ્રકાશ સ્વામી અને વલ્લભ સ્વામી પર આરોપ છે કે તેમણે એક પાર્ષદ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે, જો તે વાત કોઇને કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે.

   પીડિત કિશોર વડતાલ સ્વામિનારાયણ મંદિરની સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતો હતો, અહી પાર્ષદ તરીકે સેવા આપતો હતો, તેની સાથે વારંવાર પાપલીલા આચરવામાં આવી છે, છેવટે તેને સમગ્ર વાત પોતાના માતા-પિતાને કરી હતી, જેથી ત્રણેય સ્વામીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે, પીડિતના પિતાએ જણાવ્યું છે કે જે સ્વામીઓને અમે ભગવાન ગણતા હતા, તે શૈતાન નીકળ્યાં, સ્વામીઓ પર વિશ્વાસ રાખીને અનેક હરિભક્તો પોતાના સંતાનોને તેમની સેવામાં મુકી દેતા હોય છે, તેમને માંગ કરી છે કે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી અન્ય કોઇ સ્વામી ફરીથી આવા કૃત્યો કરતા સો વખત વિચારે.( ગુજરાત પોસ્ટ માંથી સાભાર )

 

 

(8:48 am IST)