Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

નવસારીમાં ભારે વરસાદ : વેંગણિયા ખાડી ફરી ઓવર ફ્લો:૧૫૦ જેટલા પરિવારનો સંપર્ક તૂટ્યો

ગણદેવી અને બીલીમોરાને જોડતો પુલ પાણી ગરકાવ: કોઠી ફળિયાના ૧૫૦ જેટલા પરિવાર સંપર્ક વિહોણા

નવસારી જીલ્લામાં ભારે વરસાદને પગલે વેંગણિયા ખાડી ફરી ઓવર ફ્લો થઈ છે. ખાડીના પાણી ફરી વળતાં ગણદેવી અને બીલીમોરાને જોડતો પુલ પાણી ગરકાવ થઈ ગયો છે, જેના કારણે નદી પાર રહેતા કોઠી ફળિયાના ૧૫૦ જેટલા પરિવારનો સંપર્ક તૂટ્યો છે.

ઉપરવાસ અને નવસારી જિલ્લામાં વરસેલા વરસાદને લઈને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નવસારી જિલ્લામાં ગણદેવી અને ચીખલી સાથે ખેરગામ તાલુકામાં સારો વરસાદ થયો છે. વેંગણિયા ખાડીના કેચમેન્ટ અને ગણદેવી તાલુકાના વરસાદને લઈને ગણદેવી અને બીલીમોરાને જોડતો વેંગણિયા પુલ ફરી એક વાર પાણી ગરકાવ થઈ ગયો છે. જેના કારણે નદી પાર રહેતા કોઠી ફળિયાના ૧૫૦ જેટલા પરિવારનો સંપર્ક તૂટ્યો છે.

 

(8:51 am IST)