Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

હાર્દિક પટેલને મારી નાખવાની ધમકી મામલે પોલીસ કમિશનરને ફરિયાદ :લખ્યો પત્ર પોલીસ અધિકારીઓના ગેરવર્તુણનો ઉલ્લેખ

 

અમદાવાદ ;પાસના સંયોજક હાર્દિક પટેલને ડીસીપીએ આપેલી ધમકી મામલો પાસ કન્વીનર નિખિલ સવાણીએ અમદાવાદ કમિશનરને પત્ર લખ્યો છે. પત્રમાં પોલીસ અધિકારીઓના ઉદ્ધત અને ગેરવર્તણૂકનો ઉલ્લેખ કર્યો છે. સાથે હ્યુમન રાઈટ કમિશન અને ગૃહ વિભાગને પણ પત્ર મોકલાયો છે.

  હાર્દિક પટેલને એસજીવીપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરીને તેના નિવાસસ્થાને ઉપવાસ છાવણી પર લવાઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેની એમ્બ્યુલન્સ અટવી હતી. એમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચરમાં લઈ જતી વખતે ડીસીપી ચાવડાએ હાર્દિકને મારી નાંખવાની ધમકી આપી હોવાનો આરોપ થયો છે. બાદમાં પોલીસ અધિકારીઓએ મીડિયા સાથે પણ ગેરવર્તણૂક કરી હતી.

(12:50 am IST)