Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

બોડેલી ખાતે આવેલી સુખી જળસંચય યોજનાની કચેરીમાં એસીબી અચાનક ત્રાટકીઃ ચેકડેમો માત્ર કાગળ પર જ હોવાના ષડયંત્રનો પર્દાફાશઃ કેશવકુમારના આદેશથી ૪૮૭ ચેકડેમો પૈકી ૧૩ ૧ નબળા ચેકડેમોની ફાઇલો કબજે : ભારે ખળભળાટ

રાજકોટઃ  તાજેતરમાં બોડેલી ખાતે સુખી જળસિંચાઇ યોજના - ર ની કચેરીમાં એસીબી વડા કેશવકુમાર ના આદેશઅનુસાર  લાંચરુશ્વત વિરોધી બ્યુરો દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવેલ ચેકીંગ દરમ્યાન આ કચેરીની ર૦૧ર-૧૩  અને ર૦૧૩-૧૪ માં બાંધવામા આવેલ કુલ ૪૮૭ ચેક ડેમો પૈકી  ૧૩૧ જેટલા  નબળા જણાયેલા ચેકડેમોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવ્યાનું એસીબી સુત્રો જણાવે છે.

એસીબી(ફિલ્ડ-૩ ઇન્ટેવિંગ) ના  મદદનીશ નિયામક શ્રીમતી રૃપલ સોલંકી ટીમ દ્વારા કંડેવાર તથા  નવાપુરા ગામ ખાતે એક સ્થળ વિઝીટ કરી ૧૩૧ નબળા ચેકડેમોની ફાઇલમાંથી નોટીસ આપેલી હતી તેવા બે ખેડૂતના નિવેદન તેમજ વિડીયોગ્રાફી કરવામાં આવતા આ બન્ને ગામમાં ખેડૂતોએ  ચેકડેમ બનાવ્યા જ નહોતા તેમજ સ્થાનીક લાગતા-વળગતા અધિકારીઓને સાથે રાખી વિશેષ તપાસ હાથ ધરતા ફકત કાગળ પર જ ચેકડેમો બનેલા હોવાનું બહાર આવેલ.

નવાઇની વાત એ છે કે વિદેશમાં રહેતા હોય તેમની સહીઓ કરી અને અભણ ખેડૂતોની સહીઓ કરી  ખોટી રીતે ચેકડેમ બનાવવાની અરજીઓ કર્યાનું પણ તપાસમા ખુલવા પામેલ છે. એસીબી દ્વારા નર્મદા એસીબી પો.સ્ટેશનના પી.આઇ. પી.ડી.બારેાટ દ્વારા ૪૮૭ ચેક ડેમો પૈકી  ૧૩૧ નબળા ચેકડેમોની ફાઇલો તપાસ માટે કબ્જે કરેલ છે.આ બાબતે છોટાઉદેપુર એસીબી પો.સ્ટેશન ખાતે જાણવા જોગ નં. ૧/ર૦૧૮ થી રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે. ઉકત બાબતની તપાસ વડોદરા એકમના એસીબીના ઇન્ચાાર્જ મદદનીશ નીયામક એન.પી.ગોહીલ ના સુપરવિઝન નીચે પી.આઇ. પી.ડી.બારોટે એસીબી પોલીસ સ્ટેશન રાજપીપળા દ્વારા ચાલી રહી છે.

(9:39 pm IST)