Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ભાભરમાં બંધને મિશ્ર પ્રતિસાદ :ધારાસભ્ય સહીત કોંગી કાર્યકરોની અટકાયત :પૂતળા દહન અટકાવાયું :જીભાજોડી

આજે કોંગ્રેસ દ્વારા અપાયેલ ભારત બંધના એલાનને ભાભરમાં બંધને  મિશ્ર પ્રતિસાદ મળ્યો .હતો અહીંની મોટાભાગે ભાભર બજાર ચાલુ રહ્યુ હતુ. દરમિયાન સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને પોલીસે પૂતળાનું દહન કરતા અટકાવ્યા હતા.આ સમયે પોલીસ સાથે જીભાજોડી પણ થઇ હતી.પોલીસે ધારાસભ્ય સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.

(7:53 pm IST)