Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

હાર્દિકના ભાઇ રવીને દરવાજે અટકાવતા પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી

અમદાવાદ તા. ૧૦ : સોમવારે હાર્દિક પટેલના ઉપવાસનો ૧૭મો દિવસ છે. ૧૭માં દિવસે હાર્દિક પટેલને મળવા માટે તેના ઘરે અનેક પાટીદારો આવી રહ્યા છે. આ દરમિયાન હાર્દિકના પરિવારજનો પણ તેને મળવા માટે ગ્રીનવુડ રિસોર્ટ ખાતે પહોંચ્‍યા હતા. જોકે, પોલીસે અન્‍ય લોકોની જેમ તેમને પણ ગેટ પર જ અટકાવી દીધા હતા. આ બનાવ સામે આવ્‍યા બાદ હાર્દિક પટેલ ખુદ ઉપવાસ છાવણીમાંથી બહાર આવ્‍યો હતો.ᅠ

મળી રહેલી માહિતી પ્રમાણે હાર્દિક પટેલના ભાઈ રવિ પટેલને પોલીસે ગેટ પર જ રોકી લીધો હતો. આ વાત હાર્દિકના કાને પડતા તે કારમાં બેસીને ગ્રીનવુડ રિસોર્ટના ગેટ સુધી આવ્‍યો હતો. આ દરમિયાન હાર્દિકે પોલીસ સાથે ઉગ્ર ભાષામાં વાતચીત કરતા કહ્યું હતું કે મારા પરિવારના લોકો ગમે ત્‍યારે આવે અને જાય તેમને રોકવા નહીં. હાર્દિક પટેલને ગેટ પર આવેલો જોઈને પોલીકર્મીઓ પણ ખુલાસો આપી રહ્યો હોય તે રીતે એકદમ વિનમ્ર ભાષામાં વાત કરતા દેખાયા હતા.

હાર્દિકે આ ઘટના અંગે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્‍યું હતું કે, મારા ભાઈ રવિને ગેટ પર રોકી લેવામાં આવ્‍યો હતો. પોલીસે તમામ દાદાગીરીની હદ વટાવી દીધી છે.

(5:31 pm IST)