Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

પૂર્વ ધારાસભ્‍ય નલિન કોટડીયાના રિમાન્‍ડ માટે માંગણી

ચંદીગઢ-નેપાળ વિગેરેમાં કોણે-કોણે આશરો આપેલ? બીગ કોઇન્‍સનું કાવત્રુ તથા ભાગ બટાઇના સોદાની બેઠક અમરેલીની એસપી ઓફીસમાં થયેલ કે કેમ? વિગેરે વિગતો મેળવાશે

રાજકોટ, તા., ૧૦: લાંબા સમયથી બીટ કોઇન્‍સ પ્રકરણમાં ભુમીકા ખુલતા લાપતા બનેલા ધારાસભ્‍ય નલીન કોટડીયાને ઝડપવામાં આશીષ ભાટીયાના માર્ગદર્શન હેઠળની પોલીસ ટીમને સફળતા સાંપડી છે. મહારાષ્‍ટ્રના ધુલીયાના અમલનેરથી ક્રાઇમ બ્રાન્‍ચે ધરપકડ કર્યા બાદ સીઆઇડીના ડીવાયએસપી શ્રી સૈયદે તેનો કબ્‍જો સંભાળી સીઆઇડી વડાના માર્ગદર્શન હેઠળ પુછપરછનો દોર શરૂ કરેલ.

સીઆઇડીના સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ પૂર્વ ધારાસભ્‍ય નલિન કોટડિયાને આજે અમદાવાદની અદાલતમાં રજુ કરી તેઓના રિમાન્‍ડ સાંજ સુધીમાં મંગાઇ જશે.  વિશેષમાં જણાવ્‍યા મુજબ રિમાન્‍ડ માટે જે કારણો રજુ થયા છે તેમાં આટલો લાંબો સમય ફરારી રહયા ત્‍યારે નેપાલ, ચંદીગઢ વિ. સ્‍થળે તેમને કોણે આશરો આપેલો? નાણાકીય સહાય કોણે પુરી પાડેલી? બીટ કોઇન્‍સનું જે કાવત્રુ રચાયુ તેમાં કોની શું ભુમીકા હતી? ભાગ બટાઇની મહત્‍વની મીટીંગ અમરેલી એસપીની ચેમ્‍બરમાં જે તે સમયે મળ્‍યાની હકિકતની માહીતી મેળવાશે.

સીઆઇડી સુત્રોના કથન અનુસાર બીટ કોઇન્‍સ પાર્ટ-૧ના ફરીયાદી શૈલેષ ભટ્ટનું અપહરણનું કાવત્રુ જે તે સમયે અમરેલીના પુર્વ એસપી જગદીશ પટેલ, પુર્વ એલસીબી પીઆઇ અનંત પટેલ તથા સુરતના એડવોકેટ અને શૈલેષ ભટ્ટના ભાગીદાર કિરીટ પાલડીયા વિ. દ્વારા ઘડાયેલ. તેમાં કોને કેટલો હિસ્‍સો મળેલ? નલિન કોટડિયાને ૬પ લાખ રૂપીયા કંઇ રીતે ચુકવાયેલ? આની સાથોસાથ રાજકોટના નનકુભાઇ પાસેથી જે રપ લાખ કબ્‍જે થયા તે રકમ નલિન કોટડિયાની હોવાનું ખુલેલ તે કઇ રીતે આપેલ? વિ. બાબતો રિમાન્‍ડ મારફત જાણવી જરૂરી હોય સીઆઇડી વડા આશીષ ભાટીયા સાથે પરામર્શ કરી સીટ દ્વારા અદાલતમાં કારણો રજુ થયા છે.

અત્રે યાદ રહે કે, બીટ કોઇન્‍સ પાર્ટ-૧ કે જેમાં શૈલેષ ભટ્ટનું અપહરણ થયેલ. જેમાં સીબીઆઇના એક ઓફીસરની પણ ભુમીકા બહાર આવેલ. તેવા આ મામલામાં નલિન કોટડિયા વિરૂધ્‍ધ સીઆઇડી ક્રાઇમને સજ્જડ પુરાવા મળતા તેમને ત્રણ-ત્રણ સમન્‍સ મોકલવા છતાં હાજર થવાને બદલે લાપતા થયા હતા અને ઉલ્‍ટુ પોતાના પર હાથ નખાશે તો સતાવધારી પક્ષના આગેવાનોના નામ આ પ્રકરણમાં જાહેર કરવા ચિમકી આપી હતી.

જો કે સીઆઇડી ક્રાઇમે કોઇ જાતની ચિમકીને તાબે થયા વગર નલિન કોટડિયાની ધરપકડનું વોરન્‍ટ મેળવેલ. આમ છતાં કોટડીયા લાંબો સમય મળી ન આવતા તેમના વિરૂધ્‍ધ લુકઆઉટ નોટીસ કાઢવામાં આવી હતી.

આવી તમામ પ્રકારની સીઆઇડીની કાર્યવાહી છતા નલિન કોટડિયા હાજર થવાને બદલે પોલીસના સકંજાથી દુરને દુર ભાગવા લાગી પોતાના લોકેશન ન મળે તે માટે મોબાઇલનો પણ વપરાશ બંધ કરી દીધો હતો. બીજી તરફ આશીષ ભાટીયા ટીમ પણ કોઇ કાળે પીછો છોડવા માંગતી ન હોય તેમ નલિન કોટડિયાની મિલ્‍કત જપ્ત કરવા કોર્ટ મારફત કાર્યવાહી કરી હતી.

મહારાષ્‍ટ્રના ધુલીયાના અમરવેલ ગામે છુપાયેલા બબ્‍બે વખત ધારીના ધારાસભ્‍ય રહી ચુકેલા નલિન કોટડિયાએ પોલીસે આ રીતે પોતાનો પતો મેળવી લેતા ખુબ જ આヘર્ય પામ્‍યા હતા. પોલીસ સાથે કેટલાક સંવાદો બાદ પોલીસનું વલણ જોયા બાદ તેઓ ચુપચાપ તેઓની સાથે ચાલી નિકળ્‍યા હતા.

અને, નલિન કોટડિયાએ આヘર્યથી પોલીસને પુછયું, અહીં સુધી કેવી રીતે આવ્‍યા?

રાજકોટઃ બીટ કોઇન્‍સ પ્રકરણમાં નામ ખુલ્‍યા બાદ અને સીઆઇડીને સજ્જડ પુરાવા મળ્‍યા બાદ લાપતા બનેલા નલિન કોટડિયાના  આશ્રય સ્‍થાન મહારાષ્‍ટ્રના ધુલીયા નજીકના અમલનેર ગામ સુધી પોલીસ ટીમ નલિન કોટડિયાના મોબાઇલો બંધ હોવા છતા પહોંચી જતા નલિન કોટડિયા આヘર્ય પામ્‍યા હતા. તેઓ બોલી ઉઠેલા કે તમે અહી સુધી પહોંચ્‍યા કઇ રીતે? કોણે માહિતી આપી?

ધરપકડ સમયે કોટડિયા  યોગ કરતા'તાઃ પોલીસ સાથે જતા પહેલા વિચારવા સમય માંગેલ

રાજકોટઃ લાંબા સમયથી લાપતા પૂર્વ ધારાસભ્‍ય નલિન કોટડિયાનો પતો મેળવી  પોલીસ ટુકડી જયારે તેના આશ્રય સ્‍થાને અચાનક ત્રાટકી ત્‍યારે નલિન કોટડિયા સુરતના અને અમરેલી પંથકના એક બિલ્‍ડર દ્વારા બંધાતી રેલ્‍વે કોલોનીના અંડર કન્‍સ્‍ટ્રકશન બિલ્‍ડીંગમાં યોગ કરતા હતા. તેઓએ પોલીસને તેમની ધરપકડ કરતા અગાઉ પોતાને સમય આપવા માંગ કરેલ. પોલીસે કહયું વિચારવાનો લાંબો સમય મળ્‍યો છે.

(5:23 pm IST)