Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સિદ્ધપુર હાઇવે તરફથી આવતી બે કાર સામ-સામે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં બે મોતને ભેટ્યા: એકને ગંભીર ઇજા

સિધ્ધપુર: હાઈવે પર  છાપી તરફથી આવી રહેલ કાર અને સામે ઊંઝા તરફથી આવી રહેલી કારના ચાલકે  સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા   ડીવાઈડર કુદીને સામે આવી રહેલી અન્ય કાર સાથે ધડાકાભેર અથડાતા બંને કાર ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એકને ઈજા થતા તેને સારવારઅર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

સિધ્ધપુર ધારેવાડા વચ્ચે સુજાણપુર પાટીયા નજીક એક ગમખ્વાર અકસ્માતમાં બે મોત નિપજ્યા હતા. જેમાં છાપી ખાતે રહેતા સલીમભાઈ કાસમભાઈ સિંધી ગાંધીનગર ખાતે પોતાનો દીકરો હોસ્પિટલમાં દાખલ હતો  તેની પાસે જવા માટે છાપીથી પોતાની કાર લઈને નીકળ્યા હતા. તે દરમિયાન તેઓ સુજાણપુર પાટીયા નજીક આવી રહ્યા હતા ત્યાર  ઊંઝાથી આવી રહેલી જયપાલ ઉમેદભાઈ રાશનભાઈ (રહે. સુઈગામ, તા. વાવ)તેમજ તેમની સાથે બેસેલા પરમાર બળદેવભાઈની કાર ડીવાડર કુદીને સામેના રોડ પરત જતા સામે આવી રહેલી સલીમભાઈની કારને જોરદાર ધડાકાભેર અથડાતા કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. 

જ્યારે તે કારના બંને ચાલકો  ગંભીર અકસ્માતમાં મોતને ભેટયા હતા જ્યારે ઉમેદભાઈની બાજુમાં બેઠેલા બળદેવભાઈને ઈજા થતા તેઓને સારવારઅર્થે ખસેડાયા હતા.આ ગંભીર અકસ્માત થતા લોકો ઘટનાસ્થળે મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.

(5:22 pm IST)