Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ગાંધીનગરમાં જન્માષ્ટમી પૂર્વે પોલીસે 11 લાખના મુદામાલ સાથે 13 શકુનિઓની ધરપકડ કરી

ગાંધીનગર:જિલ્લામાં જન્માષ્ટમીનું પર્વ પૂર્ણ થઈ ગયું હોવાછતાં જુગારીઓ જપવાનું નામ લેતાં નથી ત્યારે દહેગામ તાલુકાના રખિયાલના ફાર્મહાઉસમાં મોટો જુગાર રમાઈ રહયો હોવાની બાતમીના આધારે રખિયાલ પોલીસે દરોડો પાડી ૧.૭૫ લાખની રોકડ અને ૪ કાર તેમજ મોપેડ મળી કુલ ૧૧.૬૪ લાખના મુદ્દામાલ સાથે ૧૩ જુગારીઓને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. સ્થળ ઉપરથી પોલીસને પ્લાસ્ટિકના કોઈન પણ મળી આવ્યા હતા જેથી મોટા પાયે જુગારધામ ધમધમતું હોવાનું લાગી રહયું છે. 

જિલ્લામાં શ્રાવણ મહિનામાં જુગાર રમવાની પ્રવૃતિ ખુબજ ફુલી ફાલતી હોય છે. જો કે જુગારીઓ જન્માષ્ટમી સુધી જ જુગાર રમતાં હોય છે પરંતુ ઘણા જુગારીઓને હજુ પણ સંતોષ નહીં થતાં જુગારધામોમાં જુગાર રમી રહયા છે. પોલીસ દ્વારા આવા જુગારીઓને પકડી પાડવા માટે ખાસ દોડધામ કરવામાં આવતી હોય છે. ત્યારે જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલના ફાર્મહાઉસમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પીએસઆઈ વી.બી.દેસાઈ અને સ્ટાફના માણસોએ દરોડો પાડયો હતો.

(5:22 pm IST)