Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

કામરેજ તાલુકાના સેવણીની સીમમાં પૈસાની લેતી-દેતીના ઝઘડામાં મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળ્યું

કામરેજ:તાલુકાના સેવણી ગામની સીમમાં પાસોદરા ગામના યુવાનની હત્યા કરેલી લાશ મળવાના બનાવમાં એલસીબી ટીમે સીસીટીવી કેમેરાના ફૂટેજ અને મોબાઈલ ટેકનોલોજી આધારે મરનારના મિત્રની ધરપકડ કરી છે. મરનારની પત્ની સાથે પ્રેમસંબંધ રાખનાર મિત્રને નાણાંકીય લેવડદેવડમાં ઝઘડો થયો હતો. મરનારને રૂ. ૪.૯૦ લાખ લઈ સસ્તુ સોનુ અપાવવા લઈ જઈ બિયર પીવડાવી દોરી વડે ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી.

સેવણી ગામની સીમમાં તા. ૩૦-૮-૧૮ નાં રોજ રમેશભાઈ પટેલના શરેડની ખેતરમાંથી હરેશ ગોરધનભાઈ વસોયા (હાલ રહેઃ- શિવશક્તિ વિભાગ-૨, પાસોદરા, તા. કામરેજ, મૂળ રહે. ભોરીંગડા, તા. મોટાલીલીયા, જિ. અમરેલી) ની લાશ મળી હતી. હરેશ વસોયાને ગળે ટૂંપો આપી હત્યા કરી હોવાનો ફોરેન્સિક પીએમ રિપોર્ટ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(5:21 pm IST)