Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

વડોદરાના કારેલીબાગ નજીક નજીવી બાબતે વેપારીને ધમકી આપનાર આરોપી પોલીસના સકંજામાં

વડોદરા:તાજીયાનો ફાળો આપવાની ના પાડનાર વેપારીને તલવાર બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર માથાભારે યુવકની સિટિ પોલીસે પાસામાં અટકાયત કરી ભુજ જેલમાં મોકલી આપ્યો છે.


આ અંગેની વિગત એવી છે કેકારેલીબાગ વીઆઇપી રોડ પરની શાંતિપાર્ક સોસાયટીમાં રહેતા નંદકિશોર હેમરાજાનીની હાથીખાનામાં અનાજબજારમાં અનાજ કરિયાણાની દુકાન છે. ગત ૨૮મી ઓગસ્ટે હાથીખાનામાંથી છોકરાઓ તાજીયાનો ફાળો ઉઘરાવવા આવ્યા હતાં. પરંતુ વેપારીએ ફાળો આપવાની ના પાડી હતી અડધો કલાક પછી એક બાઇક પર ત્રણ આરોપીઓ આવ્યા હતાં અને પૈસા તો આપવા જ પડશે. તેમ કહીને વેપારીને ગાળો આપી હતી એક આરોપીએ તલવાર બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગે વેપારીએ સિટિ પોલીસ સ્ટેશનમાં ૧. સુલગન ઉર્ફે તાન ૨. જાવેદભાઇ તથા એક અજાણ્યા વ્યક્તિ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં આરોપી સુલગન ઉર્ફે તાન સતારભાઇ મીરાંસી (રહે. કાલુ શહીદ દર્ગાહ પાસે પાંજરીગર મહોલ્લો ફતેપુરા) નાસતો ફરતો હતો. પોલીસજવાન આઝાદ સુર્વેએ મળેલી બાતમીના આધારે પીઆઇ ડી.જે. સોસાની સૂચનાથી આરોપી સુલતાન ઉર્ફે તાનને ઝડપી લીધો હતો. પીઆઇએ આરોપી સુલતાન ઉર્ફે તાનની પાસામાં અટકાયત કરી ભુજ જેલમાં મોકલી આપ્યો છે.

(5:21 pm IST)