Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

મહેમદાવાદ તાલુકાના રૂદણમાં પોલીસે દરોડા પાડી 3 શખ્સોને 16 હજારની રોકડ સાથે દબોચ્યા

મહેમદાવાદ:તાલુકાના રૂદણ ગામે દરોડો પાડી પોલીસે જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી પાડયા હતા. 

 


મહેમદાવાદ પોલીસ ગઇકાલે સાંજે પેટ્રોલીંગમાં નિકળી હતી. આ દરમ્યાન મળેલ માહિતી આધારે રૂદણ ગામમાં વ્હોરવાડ ફળીયા આગળ જાહેરમાં જુગાર રમાતો હોઇ દરોડો પાડ્યો હતો. આ રેઈડ પતા, પાનાનો હારજીતનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાઇ ગયા હતા. જેમાં ઈરફાન ઉર્ફે લાલો, નુરમહંમદ મંસુરી, હૈદરમીયાં કાસમમીયાં મલેક તથા ફારૂક ઈસ્માઇલભાઇ કુરેશીનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી પતા પાના ,જુગાર રમવાના સાધનો તેમજ રોકડા રૂા. ૧૬,૧૩૦ કબજે કર્યા હતા. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે જુગારધા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:19 pm IST)