Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ગળતેશ્વરના જરગાલના ઈસમને અપમાનિત કરી ઢોર માર મારનાર વિરુદ્ધ ફરિયાદ

ગળતેશ્વર:તાલુકાના જરગાલના ત્રણ ઈસમોએ દલિત ઈસમને પંચાયતમાં આવવું નહીં કહી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સેવાલિયા પોલીસમાં એટ્રોસીટીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ગળતેશ્વર તાલુકાના જરગાલમાં રહેતા ઈશ્વરભાઈ પુંજાભાઈ વણકર ગ્રામ પંચાયતમાં કોઈ કામ અર્થે ગયો હતો. ત્યારે ઝાકીરહુસેન મલેકે ઈશ્વરભાઈને તારે ગ્રામ પંચાયતમાં આવવું નહીં તેમ કહી ગમેતેમ ગાળો બોલી હાથ-પગ ભાંગી નાંખીશ કહીં ફેંટ પકડી ગડદાપાટુ માર માર્યો હતો. એટલું જ નહીં જ્ઞાતિ વિરુદ્ઘ શબ્દો બોલી અપમાનીત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

આ બનાવ અંગે ઈશ્વરભાઈ પુંજાભાઈ વણકરની ફરિયાદ આધારે સેવાલિયા પોલીસે ઝાકીરહુસેન ઈસુબમીયાં મલેક, નદીમહુસેન ઝાકીરહુસેન તેમજ પરવેઝ ઝાકીરહુસેન મલેક સામે એટ્રોસીટી હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ડીવાયએસપી (એસ.સી.એસ.ટી. સેલ) નડિયાદએ હાથ ધરી છે.

(5:19 pm IST)