Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સુરતમાં બંધને મિશ્ર પ્રતિસાદ : બજારો - દુકાનો - શાળા - કોલેજોએ પાળ્યો બંધ

NSUI - કોંગ્રેસ કાર્યકરો બંધ કરાવતા પોલીસ દ્વારા અટકાયત : ટાયર સળગાવ્યા

રાજકોટ તા. ૧૦ : સુરતમાં આજે ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાપડયો છે. બજારો દુકાનો અને શાળા - કોલેજોએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો.

ઙ્ગપેટ્રોલ- ડીઝલના ભડકે બળી રહેલા ભાવના વિરોધમાં આજેકોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન કરાયું છે. સુરતમાં બંધને સફળ બનાવવા કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો સવારથી જ બંધ કરાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. સ્કૂલ-કોલેજોથી લઈને દુકાનો બંધ કરાવવાની શરૂઆત કરી હતી. જોકે, કોલેજ બંધ કરાવવા જતા પોલીસ દોડી આવતા કેટલાક એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હતી. જયારે બીજી બાજુ લિંબાયત વિસ્તારમાં રોડ પર ઉતરી આવેલા કાંગ્રેસના કાર્યકર્તાઓએ ટાયર સળગાવતા મામલો ગંભીર બન્યો હતો. અને મોટી સંખ્યામાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.

સુરત કોંગ્રેસના નગરસેવકો, કાર્યકરો, હોદ્દેદારો ડાયમંડ, અઙ્ખમ્બ્રાઙ્ખઇડરી, ટેકસટાઇલ વગેરે એસોસિયેશનોને સાથે રાખીને બંધને સફળ બનાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એનએસયુઆઇ યુથ કોંગ્રેસ, નગરસેવકો, કાર્યકરો તથા હોદ્દેદારો બંધ કરાવવા નીકળ્યા છે. દરમિયાન અઠવાલાઇન્સ નજીક આવેલી એસપીબી કોલેજમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ ઘૂસી બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે સાત જેટલા કાર્યકરોની અટકાયત કરી છે. વેડ રોડ સ્થિત આવેલી અખંડઆનંદ કોમર્સ એન્ડ આર્ટ્સ કોલેજે બંધના એલાનને સમર્થન આપી બંધ રાખી છે. જયારે બીજી બાજુ માર્કેટ વિસ્તારોમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ શાકભાજી માર્કેટ અને લારી ગલ્લા બંધ કરાવવા રોડ પર ઉતરી પડ્યા છે.

સુરતમાં બંધની અસરમાં અઠવાલાઇન્સ નજીક આવેલી એસપીબી કોલેજને બંધ કરાવવાનો પ્રયાસ, એનેસયુઆઈના સાત કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત. વેડ રોડ સ્થિત અખંડઆનંદ કોમર્સ એન્ડ આર્ટ્સ કોલેજે બંધના એલાનને સમર્થન આપ્યું. વરાછા વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તા સાથે કોર્પોરેટર પણ બંધ કરાવવા આવી પહોંચ્યા. યોગીચોક પાસે લક્ષ્મણ નગર વિસ્તારની તમામ દુકાનો બંધ કરાવી. વરાછા હીરાબાગ પાસેથી મહિલા કોંગ્રેસ કાર્યકર્તાની અટકાયત દિલ્હી ગેટ નજીક એક પેટ્રોલપંપ બંધ કરાવાતા પોલીસ દોડી આવી. પુણાગામ વોર્ડ નંબર ૧૬હ્ય્ સંપૂર્ણ બંધ પાડ્યું- ઉધના વિસ્તારમાં ચક્કાજામ કરાવ્યો, વાહનો રોકી બંધ કરાવ્યું. લિંબાયત વિસ્તાર ખાતે ચાર રસ્તા ઉપર ટાયર સળગાવીને વિરોધ, ૧૫ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. સુરત ટેકસટાઇલ માર્કેટ બંધ કરાવવાનો પ્રયાસ. સિટીલાઈટ મા ડીઆરબી ભાણા કોલેજ બંધ કરાઇ હતી. વરાછાની ધારુકા કોલેજ બંધ કરાઈ હતી.

(4:12 pm IST)