Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

પાટણમાં કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી :અટકાયતી પગલાં ;સિદ્ધપુરમાં દુકાનો બંધ કરાવવા નીકળેલા 17 કોંગી કાર્યકરોની પણ અટકાયત

પાટણમાં બંધને સફળ બનાવવાનો પ્રયાસ થાય તે પહેલા પોલીસ સક્રિય બની ગઈ અને પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી છે. ત્યારે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ, સિદ્ધપુર શહેરમાં પોલીસે 17થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે. સિદ્ધપુરાન વારાહી મુકામે કોંગ્રેસ કાર્યકરો દુકાનો બંધ કરાવવા રસ્તા પર ઉતર્યા હતા. ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી. રાધનપુરમાં પણ પોલીસે કોંગ્રેસી કાર્યકરની અટકાયત કરી છે.

 

(1:09 pm IST)