Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

પરિવારને અટકાવતા હાર્દિક પટેલ ગાડીમાં બેસી ગેટ બહાર જઈને પોલીસ પર તાડૂક્યો

હાર્દિકનો નાનો ભાઈ બહાર જઈને પરત ફર્યો ત્યારે ગ્રીનવુડના ગેટ બહાર ઊભેલી પોલીસે તેમને અંદર જતાં અટકાવ્યા

અમદાવાદ:પાસના સંયોજક હાર્દિક પટેલ છેલ્લા 17 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે નાનો ભાઈ બહાર જઈને પરત ફરતો હતો તેને પોલીસે રોકતા હાર્દિક ગુસ્સે થયો હતો. ગાડીમાં બેસીને ગેટ બહાર જઈને પોલીસને કહી દીધું હતું કે, મારા કુટુંબવાળાને રોકવાનો નહીં.

   હાર્દિક જ્યાં ઉપવાસી કરી રહ્યો છે તેવા છત્રપતિ નિવાસે તેનો નાનો ભાઈ બહાર જઈને પરત ફરતો હતો ત્યારે ગ્રીનવુડના ગેટ બહાર ઊભેલી પોલીસે તેમને અંદર જતાં અટકાવ્યા હતા. આ વાતની ઉપવાસ કરી રહેલા હાર્દિકને જાણ થતાં તે ગુસ્સે ભરાયો હતો અને ગાડીમાં બેસીને ગેટ બહાર નીકળ્યો હતો અને પોલીસની સાથે બોલાચાલી કરી હતી અને પોતાના કુટુંબીને રોકવાના ના હોય. મારો ભાઈ કે પરિવારનો કોઈ સભ્ય બહાર જઈને આવે તેને રોકવાનો ના હોય. પોલીસવાળા તેની તમામ દાદાગીરી અને હદ વટાવી ચૂક્યા છે.

(12:49 pm IST)