Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ભાજપના પૂર્વ ધારાસભ્ય દીનુમામાનો ક્ષેત્ર સન્યાસ

વડોદરા તા. ૧૦ : વિધાનસભાની ચૂંટણી બાદ પાદરાના ભાજપના માજી ધારાસભ્ય દીનુમામાએ રાજીનામું આપી દીધાના મેસેજ સોશિયલ મીડિયા પર અવાર-નવાર ફરતા થયા હતા. પરંતુ ગઇકાલે ફરી મેસેજ થયા તે પછી હવે દીનુમામાએ સત્તાવાર રીતે બરોડા ડેરીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરતા ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે.

દીનુમામા અવાર-નવાર સોશિયલ મિડીયાનો ઉપયોગ કરી રાજીનામું આપી દીધાની જાહેરાત કરતા રહ્યા હતા. ફરી એકવાર ગઇકાલે તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હોાવના મેસેજ ફરતા કર્યા હતા. આખરે છેલ્લા કેટલાક સમયથી ચાલતી અટકળોનો અંત આવી ગયો છે.

દીનુમામાએ બરોડા ડેરીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું અને ડિરેકટર તરીકે પશુ પાલકોના હિતમાં ચાલુ રહેશે. તેમણે ડેરીની ગાડી પરત કરી દીધી છે. અને રાજકારણમાંથી પણ નિવૃત્તિ લીધી છે. સાથે સાથે ભાજપને જરૂર હશે ત્યારે તેની સાથે જ રહીશ કોઇ અન્ય પક્ષમાં જોડાઇશ નહીં તેવું પણ તેમણે જણાવ્યંુ હતું.

(12:10 pm IST)