Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

મોદી વડોદરાથી ચૂંટણી લડશે? બેઠક રિઝર્વ રાખવામાં આવી

નવીદિલ્હીઃ પીએમ મોદી માટે વડોદરા લોકસભાની બેઠક રિઝર્વ રાખવામાં આવી છેઃ તેઓ ત્યાંથી ચૂંટણી લડી શકે છેઃ આ બાબત ભાજપના એક નેતાએ જણાવતા કહયું કે પીએમ મોદી વડોદરાથી ચૂંટણી લડશે અને જીતશે પણઃ વડોદરા બેઠક પરથી લડવા ભાજપના દાવેદારોનો રાફડો ફાટયો છેઃ લડવા  જુના-નવા ચહેરા આગળ આવ્યાઃ ૧ ડઝન લોકો ટિકટ મેળવવાની આશામાં પણ પક્ષના મેનેજરોએ આ બેઠકને અલગ રાખી છેઃ ભાજપના ૧ વરિષ્ઠ નેતાના કહેવા મુજબ વડોદરા માટે લડવા ઇચ્છુક દાવેદારો ને જણાવી દેવાયું છે કે વડોદરા બેઠક પીએમ મોદી માટે રિઝર્વ રાખવામાં આવી છે આવું એટલા માટે કે તેઓ અહિંથી ફરીથી ચૂંટણી લડશે અને જીતશે.

 

(12:06 pm IST)