Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

હાર્દિક પટેલના સમર્થનમાં અમદાવાદમાં મોડીરાત્રે બાપુનગરના હીરાવાડી પાસે પાંચ હજાર લોકો ઉમટ્યા

એસપી રિંગરોડ અને બાપુનગરના હીરાવાડી પાસે પાંચ હજાર લોકોએ સુત્રોચાર કર્યા ;ટાયરો સળગ્યા :પોલીસનો હળવો લાઠીચાર્જ

અમદાવાદ: પાટીદારોને અનામત અને ખેડૂતોનાં દેવાં માફીની માગને લઇને ઉપવાસ પર ઊતરેલા પાસના કન્વીનર હાર્દિક પટેલના સર્મથનમાં પાટીદારો રોડ પર ઊતરી આવ્યા હતા.ગઇ કાલે મોડી રાતે જય સરદાર જય પાટીદારના સૂત્રોચ્ચાર સાથે એસપી રિંગ રોડ અને બાપુનગરના હીરાવાડી સર્કલ પાસે પાંચ હજારથી વધુ પાટીદારો ભેગા થઇ ગયા હતા અને જાહેર રોડ પર ભારે સૂત્રોચ્ચાર કરીને ટાયરો સળગાવીને તંગદિલીનો માહોલ સર્જયો હતો.

 પોલીસે સમયસર ઘટના સ્થળે પહોંચીને ઉશ્કેરાયેલાં ટોળાંઓને વેરવિખેર કરીને હળવો લાઠ્ઠી ચાર્જ પણ કર્યો હતો. જ્યારે બાપુનગર પોલીસ સ્ટેશન અને નરોડા પોલીસ સ્ટેશનમાં સંખ્યાબંધ પાટીદારો વિરુદ્ધમાં ગુનો પણ દાખલ કર્યો હતો.

  હાર્દિક પટેલની તબીયતમાં સુધારો થતાં ગઇ કાલે હોસ્પિટલમાંથી તેને રજા અપાઇ હતી અને ત્યારબાદ ફરીથી તેને પોતાની છાવણીમાં જઇને ઉપવાસ ચાલુ રાખ્યા હતા. હાર્દિકના સર્મથનમાં અમદાવાદ સહિત ગુજરાતના પાટીદારો રોડ પર ઊતરી આવ્યા હતા.

(12:00 pm IST)