Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

હવે આઈસક્રીમ કાર્નિવલમાં લોકોની થયેલી ભારે પડાપડી

ડુપોન્ટ ન્યુટ્રિશન એન્ડ હેલ્થ દ્વારા કાર્નિવલ :મહિલા, બાળકો સહિતના આઇસક્રીમ પ્રેમીઓએ વિવિધ ફલેવર્સના આઇસક્રીમની લુત્ફ ઉઠાવી : ડિસ્કાઉન્ટ અપાયું

અમદાવાદ, તા.૯ :  ડુપોન્ટ ન્યુટ્રિશન એન્ડ હેલ્થ દ્વારા અમદાવાદ શહેરમાં આલ્ફાવન મોલ ખાતે સૌપ્રથમવાર આઈસક્રીમ કાર્નિવલ યોજાયો હતો, જેમાં આઇસક્રીમ પ્રેમીઓએ ખૂબ મોટી સંખ્યામાં રીતસરની પડાપડી કરી હતી. મહિલા, બાળકો સહિતના આઇસક્રીમ પ્રેમીઓએ વિવિધ ફલેવર્સ અને જાતજાતના અને અવનવા આઇસક્રીમની લુત્ફ ઉઠાવી હતી. શહેરમાં સૌપ્રથમવાર યોજાયેલા આ આઇસક્રીમ કાર્નિવલમાં આઇસક્રીમ પ્રેમીઓને ભારે ડિસ્કાઉન્ટ પણ ઓફર કરવામાં આવ્યું હતું, જેને લઇ આઇસક્રીમ શોખીન રસિયાઓએ તો મન ભરીને આઇસક્રીમ ખાધો હતો. આ પ્રસંગે  ડુપોન્ટ ન્યુટ્રીશન એન્ડ હેલ્થના દક્ષિણ એશિયાના બિઝનેસ ડિરેક્ટર અનુરાગ જૈને જણાવ્યું હતું કે, વિશ્વભરમાં સૌથી વધુ આઇસક્રીમના શોખીનો અને રસિયાઓ ભારતમાં છે. ભારતમાં માથાદીઠ  આશરે ૩૦૦થી ૪૦૦ મિ.લી આઇસક્રીમ લોકો આરોગતા હોય છે, તેની સામે અમેરિકામાં વર્ષેદહાડે લોકો માંડ એક લિટર જેટલો આઇસક્રીમ આરોગતા હોય છે, એટલે, ભારતમાં આઇસક્રીમની ડિમાન્ડ અને ક્રેઝ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આઇસક્રીમ પ્રેમીઓ મુકતમને અને મન ભરીને તેમના મનભાવતા આઇસક્રીમની લુત્ફ ઉઠાવે અને મોજ માણે તે હેતુથી જ આ આઇસક્રીમ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ડુપોન્ટ ન્યુટ્રીશન એન્ડ હેલ્થના દક્ષિણ એશિયાના બિઝનેસ ડિરેક્ટર અનુરાગ જૈને વધુમાં જણાવ્યું હતું કે, રાજયભરના આઇસક્રીમ ઉત્પાદકોએ આ અનોખા કાર્નિવલમાં  આઈસક્રીમ ચાહકો સમક્ષ તેમની પસંદગીના આઈસક્રીમની વેરાઈટી રજૂ કરી હતી. ગ્રાહકોને આઈસક્રીમની પ્રીમિયમ વેરાઈટી માટે વન-સ્ટોપ શોપની સુવિધા ઉપલબ્ધ બનાવાઇ હતી. આઇસક્રીમપ્રેમીઓ માટેના  આ આઇસક્રીમ કાર્નિવલમાં આઇસક્રીમ રસિયાઓને અમુલ, વાડીલાલ, વિમલ, શીતલ, ખુશ્બૂ, મોમાઈ, કમ્બોલિવાલા, મોર એન મોર, ભારત ડેરી, મનમોહક સહિત ગુજરાતમાંથી આઈસક્રીમ ઉત્પાદકો દ્વારા આ સીઝનમાં લોન્ચ કરવામાં આવેલી ફ્લેવર્સ સહિત જાતજાતના અને ભાતભાતના આઇસક્રીમ એક જ પ્લેટફોર્મ પર આરોગવાની દુર્લભ તક પ્રાપ્ય બની હતી. સૌથી નોંધનીય વાત અ હતી કે, સૌકોઇ આ આઇસક્રીમ કાર્નિવલમાં મફતમાં પ્રવેશ અપાયો હતો. ડુપોન્ટ ન્યુટ્રીશન એન્ડ હેલ્થના દક્ષિણ એશિયાના બિઝનેસ ડિરેક્ટર અનુરાગ જૈને ઉમેર્યું કે, બદલાતા યુગમાં હવે ભારતમાં પણ આઈસક્રીમનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે અને ગ્રાહકો નવા ફોર્મેટ્સ અને ફ્લેવર્સ તરફ નજર દોડાવી રહ્યા છે. ફૂડ ઈનગ્રેડિયન્ટ ઈન્ડસ્ટ્રી લીડર તરીકે ડુપોન્ટની આઈસક્રીમ નિષ્ણાતોની ટીમ નવીન મીઠી પ્રેરણા સાથે આઇસક્રીમ ઉદ્યોગ માટે સતત કામ કરે છે. આઈસક્રીમ કાર્નિવલ દેશમાં આઈસક્રીમ ક્ષેત્રે નવીનતા લાવવાની અમારી કટીબદ્ધતાનો પુરાવો છે. સમગ્ર ગુજરાતમાંથી એક ડઝનથી વધુ આઈસક્રીમ ઉત્પાદકોએ આ ખાસ કાર્નિવલમાં ભાગ લીધો હતો. ગ્રાહકોને પણ વિશેષ છૂટના દરે તેમની પસંદગીના આઈસક્રીમ્સ ખરીદવાની તક પ્રાપ્ત થઇ હતી અને બાળકો, મહિલાઓ, યંગસ્ટર્સ સહિતના સૌકોઇએ આઇસક્રીમ કાર્નિવલની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો આનંદ માણ્યો હતો. ડુપોન્ટ હંમેશા સ્વાદ અને આઈસક્રીમ્સના ટેક્સચર્સમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે અને આઈસક્રીમને વધુ ક્રીમવાળો, સ્મૂધર અને ઓછી ઝડપે પીગળે તેવો બનાવે છે. અમે ફાઈબર્સ, પ્રોબાયોટિક્સ જેવા ઈનગ્રેડિયન્ટ્સ ઉમેરીને તથા સુગર અને ફેટનું પ્રમાણ ઘટાડીને આઈસક્રીમના પોષક તત્વો સુધારવા પર પણ ધ્યાન આપીએ છીએ.

(9:13 pm IST)