Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

અનામતનો હક બીજા સમાજને પણ મળવો જોઈએ :કેન્દ્રીયમંત્રી હરિભાઈ ચૌધરીનું મોટું નિવેદન

એક વખત અનામતનો લાભ લીધો હોય ત્યારે બીજા સમાજને પણ અનામત આપવી જોઈએ

મહેસાણાઃ કેન્દ્રીયમંત્રી હરિભાઈ ચૌધરીએ અનામતને લઈને મોટું નિવેદન આપ્યું છે. હરિભાઈ ચૌધરીને પુછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે મારા છોકરા શા માટે અનામત માગે ?. હરિભાઈ ચૌધરીએ અનામતને લઈને જણાવ્યું કે અનામતનો હક બીજા સમાજને પણ મળવો જોઈએ.    

  મહેસાણામાં યોજાયેલા ચૌધરી સમાજના સંમેલનમાં હરિભાઈ ચૌધરીએ અનામત મુદ્દે કહ્યું કે જે લોકોએ એક વખત અનામતનો લાભ લીધો હોય ત્યારે બીજા સમાજને પણ અનામત આપવી જોઈએ. બીજા સમાજને પણ અનામતનો લાભ મળે તેવું હરિભાઈએ જણાવ્યું છે.

(7:03 pm IST)