Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખનું સન્માન : ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન બન્યું

જિલ્લાના ધારાસભ્યો,કોંગ્રેસી અગ્રણીઓ અને ઠાકોર સમાજના 5 હજારથી વધુ લોકો જોડાયા

બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખનું સન્માન આજે ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન બની ગયું હતું. જિલ્લાના ધારાસભ્યો કોંગ્રેસી અગ્રણીઓ અને ઠાકોર સમાજના પાંચ હજારથી વધુ લોકોએ આ શક્તિ પ્રદર્શનમાં ભાગ લીધો હતો

   સ્પષ્ટ પણે આ એક રાજકીય શક્તિ પ્રદર્શન હતું. જિલ્લા પંચાયત પ્રમુખના વતન ખેડામાં યોજાયેલા સન્માન સમારંભમાં આગામી લોકસભાની ચૂંટણી માં ઠાકોર સમાજને ટિકિટ આપવાની માંગ પ્રબળ બની હતી.

(6:44 pm IST)