Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

હાર્દિકના ઉપવાસ આંદોલનનો મંડપ મોટો કરાયો :છાવણીમાં સમર્થકો માટે નાસ્તા-પાણીની વ્યવસ્થા

અમદાવાદ :પાસના સંયોજક હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 16મો દિવસ છે. હાલ તે એસજીવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. જેના પગલે PAASએ આંદોલનને મોટું કરવાનો ઈરાદો બનાવી લીધો હોય તેમ હાર્દિકના ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા છત્રપતિ નિવાસે મંડપ મોટો કરવાની કામગીરી કરી છે. સમર્થકોને નાસ્તા-પાણી કરાવવા માટેની વ્યવસ્થા કરી દીધી હતી. ગ્રીનવુડ રિસોર્ટ બહાર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

(6:05 pm IST)