Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

અમદાવાદના નરોડામાં ખોડિયાર જ્‍વેલર્સના માલિકની નજર ચુકવીને તસ્‍કર યુવક દાગીના અને રોકડ બેગની ઉઠાંતરી કરી ફરાર

પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી બાઇક નંબર મેળવી ચોર ટોળકીની શોધખોળ શરૂ કરી

અમદાવાદઃ અમદાવાદના નરોડા વિસ્‍તારમાં આવેલ ખોડિયાર જ્‍વેલર્સના માલીક મહેશભાઇ વ્‍યાસ દુકાને બેઠા હતા તે સમયે અજાણ્‍યા યુવકે અંદર આવીને વેપારીની નજર ચુકવી દાગીના અને રોકડ બેગ ઝુંટવી ફરાર થઇ ગયો હતો. પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી ચોર ટોળકીની શોધખોળ શરૂ કરી છે.

નરોડાના ખોડિયાર જવેલર્સમાં ચોર ટોળકી રૂપિયા 12.36 લાખના દાગીના અને રોકડની બેગ લીફટીંગ કરી ફરાર થઈ ગઈ હતી. જોકે, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ હતી. ત્યારે નરોડા પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

CCTV ફૂટેજના દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે, જવેલર્સના માલીકે ગ્રાહક સમજીને વાત કરી અને ચોર સોનાના દાગીના ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો. ઘટના નરોડામાં આવેલા ખોડિયાર જવેલર્સની છે. રાત્રે ખોડિયાર જ્વેલર્સના માલિક મહેશભાઈ વ્યાસ દુકાનમાં બેઠા હતા. તેઓએ દુકાનમાં વસ્તી કરી ત્યારે એક યુવક ખરીદી કરવાના બહાને દુકાનનો દરવાજો ખોલ્યો અને વેપારીને વાતો કરાવીને નજર ચૂકવીને બેગ ઝૂંટવી ફરાર થઇ ગયો.

બેગમાં સોનાના દાગીના, રોકડ અને મહત્વના દસ્તાવેજો સહિત રૂ 12.36 લાખની ચોરી કરી. મહત્વનું છે કે ખોડિયાર જવેલર્સમાં છેલ્લા 15 દિવસથી મોંઘવારીના કારણે દુકાનમાં મંદી હતી. જેથી ચોર ટોળકીએ જવેલર્સની રેકી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. 3 થી 4 યુવકો બેગ લીફટીંગ કરીને નરોડાથી કઠવાડા તરફ ફરાર થઈ ગયા હતા.

સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે cctv ફૂટેજના આધારે બાઈક નંબર મેળવીને ચોર ટોળકીની શોધખોળ શરૂ કરી છે. નરોડામાં બેગ લીફટીંગની ઘટનાથી અન્ય વેપારીઓમાં સુરક્ષાને લઈને ડર ઉભો થયો છે. હાલમાં નરોડા પોલીસે નજર ચૂકવીને ચોરીનો ગુનો નોંધીને જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

(5:41 pm IST)