Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

સુરતની 11 યુવતીઓ બાઇક પર નડાબેટ પહોંચી સરહદ પરના જવાનોને રાખડી બાંધી લાંબા આયુષ્‍યની પ્રાર્થના કરશે

સરહદ પર રક્ષા કરતા સૈનિક ભાઇઓ સાથે અનોખી રીતે ‘એક રાખી સૈનિક કે સામ'થી રક્ષાબંધનની ઉજવણી કરશે

સુરતઃ સુરતની 11 યુવતીઓ બાઇક પર નડાબેટ સરહદ પર પહોંચી ‘એક રાખી સૈનિક કે નામ'થી રક્ષાબંધનની ઉજવણી કરી બોર્ડર પરના જવાનોના દિર્ઘાયુષ્‍ય માટે પ્રાર્થના કરશે. સુરતના મેયર હેમાલી બોઘાવાળાએ આ યુવતિઓને ફલેગ માર્ચ આપી હતી. અન્‍ય 9 યુવતિઓ પદ્મશ્રીથી સન્‍માનિત થયેલ છે.

દેશમાં રહેતા લોકો સુખ શાંતિ સાથે રહે તે માટે આપણી રક્ષા દેશના જવાનો કરી રહ્યા છે. દેશની દીકરીઓ પણ સરહદ પર દેશની રક્ષા કરનાર જવાન ભાઈઓની રક્ષા માટે સુરતથી અગિયાર યુવતીઓ બાઈક ઉપર નડાબેટ બોર્ડર જવા નીકળી છે. આ મહિલા બાઈકર્સને સુરતના મેયર હેમાલી બોઘાવાળા દ્વારા ફલેગમાર્ચ આપી હતી. 'એક રાખી સૈનિકો કે નામ' સાથે નીકળેલ યુવતીઓ સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈને નડાબેટ કચ્છ ખાતે પહોંચશે અને ત્યાંથી નડાબેટ બોર્ડર પોહચી જવાનોને રાખડી બાંધી જવાન ભાઈઓના લાંબા આયુષ્યની પ્રાર્થના કરશે...

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર આ વખતે ખાસ હર ધર તિરંગા અભિયાન થકી દેશભરમાં ભક્તિનો માહોલ ઉભો કરી રહ્યી છે. ત્યારે સુરતની અગિયાર યુવતીઓ બાઈક ઉપર નડાબેટ જઈ રહેલ ડો. મીયું ચાવડાએ જણાવ્યું હતું કે, અમે એક રાખી સૈનિકો કે નામ સાથે નીકળીએ છીએ અને સાથે દુરૈયા મુસ્તફા તાકીયા પણ સાથે અન્ય 9 યુવતીઓ પદ્મશ્રીથી સન્માનિત થયેલ અને સુરતમાં દિવ્યાંગ શાળા અને હોસ્પિટલના સંચાલક કનુભાઈ ટેલરના આશીર્વાદ લઇ સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈને નડાબેટ કચ્છ ખાતે આવેલ દેશની બોર્ડર પર જવા માટે નીકળ્યા હતા. સાથે રસ્તામાં આવતા તમામ ગામો અને શહેરોમાં હર ઘર તિરંગાના ભાગરૂપે તિરંગા નું વિતરણ પણ કરશે અને દેશના માં સીમની રક્ષા કરતા સૈનિકભાઈ ઓ સાથે અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરશે.

(5:20 pm IST)