Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

વડોદરા પીસીબીએ ચોક્કસ માહિતીના આધારે ગોલ્ડન ચોકડી ટોલનાકા નજીક વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે ચાલકને ઝડપી પાડયો

વડોદરા: વડોદરા પીસીબી એ ચોક્કસ માહિતી ના આધારે ગોલ્ડન ચોકડી ટોલનાકા ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક સાથે ચાલકને ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. 40.99 લાખની 23,520 દારૂની બોટલો સાથે 56.11 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. 

પીસીબી પોલીસ જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, હાલોલ તરફથી બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ભરેલી  ટ્રક વડોદરા તરફ આવી રહી છે. જેના આધારે પોલીસે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી બાતમી મુજબની ટ્રકને અટકાવી હતી. ટ્રકની તલાસી લેતા તેમાંથી વિવિધ બ્રાન્ડની દારૂની 771 પેટી મળી આવી છે. જેની કિંમત 40.99 લાખ થાય છે. બનાવ સંદર્ભે હરણી પોલીસે ટ્રક ડ્રાઇવર જગદીશ રઘુનાથ ઢાકા (બિશ્નોઇ )ની અટકાયત કરી મુદ્દામાલ કબજે કર્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો છે અને કોને પહોંચાડવાનો હતો. તેમજ આ ગુનામાં અન્ય કોણ સંડોવાયેલ છે તે દિશામાં વધુ તપાસ અર્થે આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

(5:00 pm IST)