Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

સુરત:મોટા વરાછામાં યુવતીને લગ્નની લાલચ આપી પુણાના પરણિત યુવાને ફરી ગર્ભવતી બનાવતા પોલીસ ફરિયાદ

સુરત, : સુરતના મોટા વરાછા વિસ્તારના હીરા વ્યવસાયીની હાલ સિંગાપોરમાં હોસ્પિટાલીટીનો અભ્યાસ કરતી 25 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી પુણાના પરિણીત યુવાને ફરી ગર્ભવતી બનાવી તરછોડી દેતા છેવટે યુવતીએ તેના વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૂળ જૂનાગઢના યુવાનના ઘરે તપાસ કરી હતી પણ તે ફરાર થઈ ગયો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં રહેતા તેમજ કાપોદ્રા વિસ્તારમાં હીરાનો વ્યવસાય કરતા આધેડની 25 વર્ષીય પુત્રી રેખા ( નામ બદલ્યું છે ) વર્ષ 2017 માં એક મિત્ર થકી પ્રતિક ભીખાભાઇ વાલાણી ( રહે. ઘર નં.44, અમીપાર્ક, પુણા ગામ, સુરત. મુળ રહે. કાના વડલા, તા.વિસાવદર, જી.જુનાગઢ ) ના સંપર્કમાં આવી હતી.થોડા સમય સુધી વ્હોટ્સએપ અને ફોન દ્વારા સંપર્કમાં રહ્યા બાદ બંને નવેમ્બર મહિનામાં પહેલી વખત રૂબરૂ મળ્યા હતા અને બાદમાં બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ હતી.જોકે, એપ્રિલ 2018 માં પ્રતિકના લગ્ન થઈ ગયા હતા.આથી બંનેનું મળવાનું અને વાત કરવાનું ઓછું થઈ ગયું હતું. દરમિયાન, નવેમ્બર મહિનામાં પ્રતિકે રેખાને કહ્યું હતું કે મારી પત્ની સાથે મારે બનતું નથી, મારે તેનાથી છુટકારો મેળવી તારી સાથે મેરેજ કરવા છે. થોડા દિવસ બાદ પ્રતિકે મારી પત્ની તેના પિયર જતી રહી છે અને હું છૂટાછેડા લેવાનો છું તેમ કહેતા રેખાએ ફરી તેની સાથે મિત્રતા આગળ ધપાવી હતી. થોડા દિવસો બાદ પ્રતિકે રેખાને પોતાના ઘરે બોલાવી તેની સાથે લગ્નની લાલચ આપી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી તેના ફોટા પણ પાડયા હતા.ત્યાર બાદ લોકડાઉનમાં પ્રતિકે મારા પત્ની સાથે છૂટાછેડા હાલ થશે નહીં તેમ કહી તે દરમિયાન પણ રેખા સાથે અવારનવાર શરીર સંબંધ બાંધતા તે ગર્ભવતી બનતા તેની મરજી વિરુદ્ધ એબોર્શન કરાવ્યું હતું. તે પછી રેખા પ્રતિક સાથે લગ્ન પહેલા શરીર સંબંધ બાંધતી ન હોય તેણે વર્ષ 2021 માં પત્ની સાથે છૂટાછેડા કરી દીધા છે તેવું સર્ટિફિકેટ આપી જૂન 2021 માં બંનેના લગ્ન માટે વકીલ મારફતે મહાનગરપાલિકામાં લગ્ન રજીસ્ટર કરાવ્યા હતા. ગત માર્ચ માસમાં રેખાને પરિવારે હોસ્પિટાલીટીનો અભ્યાસ કરવા સિંગાપોર મોકલતા દોઢ મહિનામાં જ પ્રતિક પણ ત્યાં પહોંચ્યો હતો અને રેખા સાથે રહી હવે હું તારો પતિ છું તેમ કહી શરીર સંબંધ બાંધતો હતો. પરિણામે રેખા ફરી ગર્ભવતી થઈ હતી.

(4:59 pm IST)