Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ખેડા અમદાવાદ રોડ પર ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ચાલકનું સારવાર દરમ્યાન મૃત્યુ

નડિયાદ : ખેડા અમદાવાદ રોડ પર આવેલા કનેરા સીમ ઓવર બ્રિજ ઉતરતા એક ટ્રક ચાલકે આગળ જતી બાઇકને પાછળથી ટક્કર મારતા બાઈક ચાલક ટ્રકની નીચે આવી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલકનું ખેડા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે નડિયાદના શારદા નગર ખાતે નીલકંઠ ભાઈ ચિત્રંજનભાઇ મહેતા પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ કનેરા પાસે આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓ પોતાની બાઈક લઈ અપડાઉન કરતા હતા. દરમિયાન નીલકંઠ ભાઈ પોતાની બાઈક લઇ નડિયાદ થી કનેરા જવા નીકળ્યા હતા. તેઓ પોતાની બાઈક પર કનેરા બ્રિજ ઉતરતા હતા.

 આ વખતે પાછળથી પૂરપાટ ઝડપે આવતી એક ટ્રકે નીલકંઠભાઈની બાઇકને ટક્કર મારતા કે રોડ પર ફંગોળાઈ ગયા હતા. જ્યાં તેમની સાથળના ભાગે ટ્રકનું વ્હીલ ફરી વળતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ગવાયેલા નીલકંઠ ભાઈને સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ હતું. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ આશિષભાઈ મહેતાની ફરિયાદના આધારે ખેડા શહેર પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.

(4:58 pm IST)