Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

v

આણંદ : આણંદ ગ્રામ્ય તેમજ આણંદ શહેર પોલીસે બે અલગ-અલગ સ્થળોએ છાપા મારી ૧૬ શકુનિઓને પાના-પત્તાનો હારજીતનો જુગાર રમતા ઝડપી પાડયા હતા. પોલીસે કુલ રૂા.૩૧,૪૪૦નો મુદ્દામાલ કબ્જે લઈ તમામ વિરુધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ તાલુકાના નાવલી ગામે પીઆરની ખરી સામે આવેલ એક તબેલાની ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો પાના-પત્તાનો હારજીતનો જુગાર મરી રહ્યા હોવાની ગુપ્ત બાતમી આણંદ ગ્રામ્ય પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા જુગાર રમી રહેલ તત્વોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે કોર્ડન કરી સ્થળ પરથી દસ વ્યક્તિઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડયા હતા. ઝડપાયેલ શખ્સોમાં શૈલેષભાઈ કનુભાઈ પટેલ, મહેશભાઈ ઉર્ફે રજની રાવજીભાઈ પરમાર, શંભુભાઈ ઉર્ફે વિક્રમ હરમાનભાઈ પરમાર, વજેસિંહ જશુભાઈ સોલંકી, જીતેન્દ્રભાઈ જગદીશભાઈ ઠાકોર, મિતુલકુમાર મહેશભાઈ ઠાકોર, કનુભાઈ ખીખાભાઈ ચૌહાણ, ભીમાભાઈ છગનભાઈ ચુનારા, દિલ્પેશભાઈ અરવિંદભાઈ પટેલ અને ગોપાલભાઈ ભગાભાઈ પાટણવાડીયા (તમામ રહે.નાવલી)નો સમાવેશ થાય છે. પોલીસે ઝડપાયેલ શખ્સોની અંગઝડતીમાંથી રૂા.૧૩,૮૮૦ અને દાવ પરથી રૂા.૧,૩૪૦ મળી કુલ્લે રૂા.૧૫,૨૨૦ કબ્જે લઈ ઝડપાયેલ તમામ શખ્સો વિરુધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અન્ય એક બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ શહેરના ઈન્દિરા સ્ટેચ્યુ નજીક આવેલ નીલકમલ સોસાયટીના રોડ ઉપર જાહેરમાં સ્ટ્રીટલાઈટના અજવાળે કેટલાક શખ્સો પાના-પત્તાનો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની ગુપ્ત બાતમી આણંદ શહેર પોલીસને મળી હતી. પોલીસે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા સ્થળ પરથી પાનાપત્તાનો હારજીતનો જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હતા. પોલીસે તેઓના નામઠામ અંગે પૂછતા તે આકાશભાઈ સુરેશભાઈ સિંધી (રહે.પ્રિયદર્શન સોસાયટી, આણંદ), નવીન ગંગારામ પ્રજાપતિ (રહે.સંસ્કારપાર્ક સોસાયટી, અંબિકાચોક, આણંદ), સુરેશભાઈ બાબુભાઈ પ્રજાપતિ (રહે.સિંધુનગર સોસાયટી, આણંદ), દર્શન દિનેશભાઈ પ્રજાપતિ (રહે.નિલકમલ સોસા, આણંદ) પ્રદ્યુમન દામજીભાઈ પ્રજાપતિ (રહે.નંદપાર્ક સોસાયટી, સીપીકોલેજ પાછળ, આણંદ ) અને હસમુખભાઈ કનુભાઈ પ્રજાપતિ (રહે.નંદપાર્ક સોસાયટી, આણંદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઝડપાયેલ શખ્સોની અંગઝડતીમાંથી રૂા.૧૪,૨૮૦ અને દાવ પરથી રૂા.૧,૯૪૦ મળી કુલ્લે રૂા.૧૬,૨૨૦ કબ્જે લઈ તમામ વિરુધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:57 pm IST)