Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

કાલોલના રાચરડા નજીક ફાર્મ હાઉસની પાછળ ઝાડ પર પ્રેમી પંખીડાની લાશ મળી આવતા અરેરાટી મચી જવા પામી

કલોલ :  કલોલના રાચરડા ગતરોજ મોડી સાંજના સુમારે એક ફાર્મ હાઉસ ની પાછળના ભાગે ઝાડ ઉપર યુવક અને યુવતીની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશો મળી આવી હતી બનાવના સ્થળે ટોળું એકત્ર થઈ ગયો હતો બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરતા આ બંને રાચરડા ગામના રહેવાસી હોવાનું માલુમ પડયું હતું અને બંને જણા એકબીજાના પ્રેમમાં હોવાનું તપાસમાં માલુમ પડયું હતું.કલોલ તાલુકાના રાચરડા  ગામે મોડી સાંજના સમયે એક ફાર્મ હાઉસની પાછળના ભાગે લીમડાના ઝાડ ઉપર એક યુવક અને યુવતીની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકી રહી હતી બનાવની જાણ પોલીસને કરવામાં આવતા સાંતેજ પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને આ બંને લાશોને ઝાડ ઉપરથી નીચે ઉતારીને તપાસ હાથ ધરવામાં આવતા મૃતદેહ રાચરડા ગામમાં આવેલ દંતાણી વાસમાં રહેતા જીગ્નેશભાઈ ઉર્ફે જીગો મહીપતભાઈ દંતાણી ઉંમર વર્ષ ૧૯ તથા ગામની સગીરા હોવાનું માલુમ પડયું હતું પોલીસે લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી અને તપાસ હાથ ધરવામાં આવતા આ બંને જણા એક જ વાસમાં રહેતા હતા અને એકબીજાના પ્રેમમાં હતા અને પરિવારજનો પોતાનો પ્રેમ સ્વીકારશે નહીં તેવા ડરને લઈને તેઓએ આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને આગળની તપાસ ચલાવી છે. 

(4:57 pm IST)