Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

મોરબી સહિત સૌરાષ્ટ્ર ભરમાં ગાંજો સપ્લાય કરનાર સપ્લાયર મનોજ ડાકટર ઝડપાયો

વાંકાનેરમા સપ્લાય થયેલ ગાંજાનો સપ્લાયર સુરત હોવાનું ખુલ્યાબાદ ઉત્તર સૌરાષ્ટ્રના વડા સંદીપસિંહ, મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી પોલીસની ખાસ ટીમ સુરત મોકલવામાં આવેલ સુરત સીપી અજયકુમાર તોમર, એડી.સીપી શરદ સિંધલ, ડીસીપી રાજદીપસિંહ નકુમની રહબરીમાં મોટી સફળતા : એસ.ઓ.જી.પીઆઇ આર. એસ. સુવેરાં ટીમને સાંપડી

રાજકોટ,તા.૧૦: સૌરાષ્ટ્રમાં ગાંજા સપ્લાય કરનાર શખ્સ સામે રેન્જ વડા સંદીપસિંહ દ્વારા આકરી કાર્યવાહી કરવા આપેલ સૂચના સંદર્ભ મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા વાંકાનેરના જુબેદાબેનના મકાનમાંથી રેડ કરી જે ગાંજો કબ્જે કરેલ તે સુરતથી સપ્લાય થયાનું ખુલતા સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર ચોકી ઉઠયા હતા.

એડી સીપી શરદ સિંધલ અને ડીસીપી રાજદીપસિંહ નકુમ પણ સુરતના નશાકારક પદાર્થ વિરૃધ્ધ ઝુંબેશ ચાલે છે. ત્યારે ગાંજો સુરતથી સપ્લાય થયાનું ખુલતા પોલીસ ટીમો કામે લગાડી હતી. બીજી તરફ ઊતર સૌરાષ્ટ્રના વડા સંદીપસિંહ અને એસપી સહિતના અધિકારીઓ પણ સપ્લાયરને તાકીદે પકડવા આપેલ સૂચના મુજબ મોરબી એસ.ઓ.જી. ટીમ સુરત પહોંચી સુરત એસ.ઓ.જીની આરોપીને શોધવા મદદ માગતા જ ભારે ધમધમાટ બાદ મુળ ઓરિસાના હાલ સુરત રહેતા મનીજ ડાકટર તરીકે ઓળખાતા શખ્સને ઝડપી લીધો હતો.

મોરબી જિલ્લા પોલીસ સાથે  એસ.ઓ.જી સુરત પીઆઇ આર એસ. સૂવેરા ટીમ જોડાઇ અને એ.એસ.આઇ. ભરતભાઇ દેવીદાસ તથા પોલીસમેન રાજેશભાઇ પીતામબરભાઇની બાતમી આધારે ઝડપી લીધેલ.

મજકુર આરોપીની પુછપરછમાં જાણવા મળેલ કે, પોતે ચોરી છુપીથી ઓડીશા ખાતેથી ગાંજો લાવી સુરત અશ્ચિનીકુમાર પટરી ઉપર છુટક વેચાણ કરતો હતો. અને તેણે ઉપરોકત પકડાયેલ આરોપીને ગાંજો વેચાણથી આપેલ તેમજ મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પોતે અવાર નવાર ગાંજાના જથ્થાની સપ્લાય કરતો હોવાથી હકીકત જણાવેલ જેથી મજકુર આરોપીની પુછપરછ કરી ઓડીશા રાજયથી ચાલતી નાર્કોટીકસની પ્રવૃતિ બાબતે માહિતી મેળવી કાર્યવાહી કરવામાં આવનાર છે.

મજકુર આરોપી વિરૃધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થેમોરબી જીલ્લા પોલીસને કબ્જો સોપેલ છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-

.(૧) વાંકાનેર સીટી પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૭૨૨૦૭૩૮/૨૦૨૨ ફઝ્રભ્લ્  એકટ કલમ ૮(સી), ૨૦,(બી), ૨૯ મુજબ

.(૨)વાંકાનેર તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૯૦૦૮૨૨૦૦૧૫/૨૦૨૨ફઝ્રભ્લ્ એકટ કલમ ૮(સી), ૨૦, (બી), ૨૯ મુજબ

(4:06 pm IST)