Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

લાખો લોકોની પીડા, વ્‍યથા અને દુઃખને પ્રકાશમાં લાવવા ‘પાર્ટીશન હોરર્સ રીમેમ્‍બરન્‍સ ડે'ની કલ્‍પના અસ્‍તિત્‍વમાં આવી : સૌથી મોટા સ્‍થળાંતરને લીધે હજારોના મોત નિપજેલ

૧૪ ઓગષ્‍ટ : ભાગલાની ભયાનકતા દિન તરીકે ઉજવવા પીએમની હાકલ : ૧૦ થી ૧૪ ઓગષ્‍ટ વચ્‍ચે તમામ યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજો, સંસ્‍થાઓને વધુમાં વધુ લોકો જોઈ શકે તે રીતે પ્રદર્શિત કરવા યુનિવર્સિટી ગ્રાન્‍ટ કમિશનના સચિવ રજનીશ જૈનનો પરિપત્ર

રાજકોટઃ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ૧૫ ઓગષ્‍ટ ૨૦૨૧ના પોતાના ભાષણમાં જાહેર કર્યુ હતુ કે ૧૪ ઓગષ્‍ટને ભાગલાની ભયાનકતા સ્‍મૃતિદિન તરીકે ઉજવવામાં આવશે. આ વર્ષે રાષ્‍ટ્રની આઝાદીના ૭૫ વર્ષ પુરા થતા હોઇ આઝાદી કા અમૃત મહોત્‍સવ ઉજવાઇ રહ્યો છે ત્‍યારે દેશભરમાં ભાગલાની ભયાનકતા સ્‍મૃતિ દિન (પાર્ટીશન હોરર્સ રીમેન્‍બરન્‍સ ડે) તરીકે મનાવવામાં આવશે.

‘‘પાર્ટીશન હોરર્સ રીમેમ્‍બરન્‍સ ડે''ની કલ્‍પના ભાગલાના કારણે સહન કરનાર લાખો લોકોની પીડા, વ્‍યથા અને દુઃખને પ્રકાશમાં લાવવા માટે કરાઇ છે. ગઇ સદીમાં દેશમાં થયેલ સૌથી મોટા સ્‍થળાંતર અને તેના લીધે થયેલા હજારો લોકોના મોતને યાદ કરવાનું છે.

ભાગલાના કારણે અસરગ્રસ્‍ત થયેલા લોકોની વ્‍યથા દર્શાવવા માટે ઇન્‍ડીયન  કાઉન્‍સીલ ઓફ હીસ્‍ટોરીકલ રીસર્ચ (આઇસીએચઆર) અને ઇન્‍દીરા ગાંધી નેશનલ સેન્‍ટર ફોર ધ આર્ટસ (આઇજીએનસીએ) દ્વારા સંયુકત રીતે એક પ્રદર્શન તૈયાર કરવામાં આવ્‍યુ છે. આ પ્રદર્શન હિન્‍દી અને અંગ્રેજી ભાષામાં ડીજીટલ ફોર્મેટમાં    http:// amrit mahotsavp nic.in/partition-horror -rememberence-day.htm પર  ઉપલબ્‍ધ છે.

બધી યુનિવર્સીટીઓ અને તેમની સાથે સંકળાયેલી કોલેજો અને ઇન્‍સ્‍ટીશ્‍યુટોને વધુ ને વધુ લોકો શકે તેવી જગ્‍યાઓએ ૧૦ થી ૧૪ ઓગષ્‍ટ દરમ્‍યાન આ પ્રદર્શન દર્શાવવા વિનંતી. આની સંવેદન શીલતાનો ખ્‍યાલ રાખીને એ ધ્‍યાન રાખવુ કે પ્રદર્શન દરમ્‍યાન સમાજના કોઇપણ સમુદાયને હાની ના પહોંચે.  આ પ્રોગ્રામના આયોજન માટેની સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (એસઓપી) આ સાથેના એનેક્ષર -૧ માં આપ્‍યા છે. જેનું સંપૂર્ણપણે પાલન કરવું. તેમ યુનીવર્સીટી ગ્રાંટ કમીશનના સચિવશ્રી રજનીશ જૈને એક પરિપત્ર દ્વારા જણાવ્‍યુ છે.

પાર્ટીશન હોરર્સ રીમેમ્‍બરન્‍સ ડેઃ પ્રદર્શન દર્શાવવા માટે અગત્‍યની સૂચનાઓ

(૧) પ્રદર્શન બેંક, પોસ્‍ટ ઓફીસ, સરકારી મકાનો, શૈક્ષ્ણિક સંસ્‍થાઓ, કોમ્‍યુનીટી હોલ, પેટ્રોલ પંપ, શોપીંગ મોલ વગેરે જેવી જાહેર જગ્‍યાઓએ દર્શાવવા. વધુને વધુ લોકો આ પ્રદર્શન જોવે તેવા પૂરતા પ્રયત્‍નો કરવા.

(૨) પ્રદર્શન ૨.૫×૪ ની સાઇઝના સાઇન બોર્ડ પર છપાવીએ યોગ્‍ય જગ્‍યાએ મુકવા.

(૩) આ પ્રદર્શન ડીજીટલ મીડીયા મારફત પણ દર્શાવી શકાય છે.

(૪)પ્રદર્શનની શરૂઆત પહેલા એક નાનકડો કાર્યક્રમ કરી શકાય

(૫)આ પ્રદર્શનના ઉદ્ધાટન માટે સ્‍વાતંત્ર્ય સેનાનીઓ, યોગ્‍ય સીનીયર સીટીઝન અથવા જાહેર પ્રતિનિધીને વિનંતી કરી શકાય.

(૬)ઉદ્ધાટન સમારોહ દરમ્‍યાન દેશભકિતના ગીતો વગાડવા.

(૭)શરૂઆતમાં આ પ્રદર્શનનો હેતુ ટુંકમાં જણાવી શકાય.

(૮)પ્રદર્શનમાં મીડીયાને આમંત્રણ આપવામાં આવે.

(૯)ભાગલાના કારણે સહન કરનાર  વ્‍યકિતને પ્રદર્શનમાં આમંત્રણ આપવું.

(૧૦)ઉદઘાટન સમારોની પૂર્ણાહૂતિ રાષ્‍ટ્રગીત સાથે કરવી.

(૧૧)ચોકકસ સમય દરમ્‍યાન આ પ્રદર્શન દર્શાવવું.

(૧૨)પ્રદર્શનની સુરક્ષા માટે જરૂરી વ્‍યવસ્‍થા કરવી.

(૧૩)વધુને વધુ લોકો આવીને આ પ્રદર્શન જુએ તે માટે પુરતા પ્રયત્‍નો કરવા.

(૧૪) આ પ્રદર્શનનું આયોજન ભાગલાના કારણે થયેલી વ્‍યથા અને તકલીફોને યાદ કરવા માટે છે. પ્રદર્શન દરમ્‍યાન સમાજના કોઇપણ હિસ્‍સાનો દુઃખ થાય તેવું કાર્યના કરવામાં આવે તેની  ચોકસાઇ રાખવી.

(12:18 pm IST)