Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ડેડીયાપાડા ખાતે આદિવાસી દિવસની રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નર્મદા જિલ્લા માં ઠેર ઠેર કરવામાં આવી જેમાં રાજપીપલા, ડેડીયાપાડા, સાગબારા સહિત નાં અનેક વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વભરમાં આદિવાસી દિન ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લો 80 ટકા આદિવાસી જિલ્લો ગણવામાં આવતો હોય જિલ્લામાં ઠેર ઠેર આદિવાસી દિવસ ની ઉજવણી કરાઈ હતી.
ડેડીયાપાડા ખાતે આદિવાસી દિવસની રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને આ રેલીનું ધારાસભ્ય મહેશભાઈ વસાવા પ્રસ્થાન કરાવ્યું હતું, સમગ્ર રેલીની કમાન ચૈતર વસાવા એ સંભાળી હતી.  BTP ધારાસભ્ય મહેશભાઈ વસાવા એ ભાજપ કોંગ્રેસ પર પ્રહાર પણ કર્યા હતા અને 2009 માં છોટુભાઈ વસાવા એ આદિવાસી દિન ની શરૂઆત કરી અને હવે સરકારને પણ આદિવાસીઓ યાદ આવ્યા અને ઉજવણી કરે છે. પણ આજે અમારી રેલી માં લોકો સ્વયંભૂ જોડાયા છે એ જનમેદની જ કહી દે છે કે ભાજપ થી લોકો કેટલા નારાજ છે.આજે ડેડીયાપાડા ખાતે હજારો ની સખ્યાંમાં આદિવાસીઓ દ્વારા પોતાના આદિવાસી વેશ ધારણ કરી વાજિંત્ર સાથે વાજતે ગાજતે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

(11:37 pm IST)