Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

કાચું મકાન ઘરાશાયી થતા એક પરિવારનાં ત્રણનાં મોત

પિતા, પુત્ર અને દાદીનું મોત થયું : અન્ય એક યુવાનનો બચાવ થયો છે, આ ઘટનાને કારણે આખા પંથકમાં સન્નાટા સાથે માતમ છવાઇ ગયો છે

જાંબુઘોડા, તા.૧૦ : પંચમહાલમાં ગઇકાલએ રાતે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો અને જાંબુઘોડામાં ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે જાંબુઘોડાના કણજીપાણી ગામમાં એક કાચુ મકાન ધરાશાયી થયું છે. જેમાં એક પરિવારનાં પિતા, પુત્ર અને દાદીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવાનનો બચાવ થયો છે. ઘટનાને કારણે આખા પંથકમાં સન્નાટા સાથે માતમ છવાઇ ગયો છે. અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામમાં મકાન ધરાશાયી થતાં એક પરિવારના સભ્ય દટાયા હતા. જે પૈકી સભ્યના મોત થયા હતા. એક પરિવારના પિતા, પુત્ર અને દાદીનું મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

           ૬૦ વર્ષીય વૃદ્ધા, ૪૦ વર્ષીય પુરુષ અને વર્ષના બાળક ઘટનાનો ભોગ બન્યા છે. જ્યારે અન્ય એક યુવાનને સામાન્ય ઇજાઓ પહોંચી છે પરંતુ તે સલામત છે. દુખદ ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી ગઇ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, રવિવારે રાત્રે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં ઇંચ, હાલોલમાં . ઇંચ, મોરવા હડફમાં . ઇંચ, ઘોઘંબામાં . ઇંચ, ગોધરામાં દોઢ ઇંચ, શહેરમાં એક ઇંચ અને કાલોલમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

(9:45 pm IST)
  • જમ્મુ- કાશ્મીરમાં ભાજપના ઓબીસી નેતાને ગોળી મારી : મોત : જમ્મુ કાશ્મીરમાં ભાજપના ઓબીસી મોર્ચાના જિલ્લા અધ્યક્ષ અબ્દુલ હામિદ નજરનું મોત નિપજયું છેઃ આતંકવાદી તેને ગોળી મારી દેતા તેની હાલત ગંભીર હતીઃ આજે તેમનું મોત થયું હતું access_time 3:28 pm IST

  • પાકિસ્તાન : લાહોરની મસ્જિદમાં ડાન્સ : અભિનેત્રી સબા કમર અને ગાયક બિલાલ સાયદને ડાન્સ માટે મંજૂરી આપનાર બે અધિકારી સસ્પેન્ડ : બંને કલાકારો ઉપર એફ.આઈ.આર દાખલ કરાય તેવી શક્યતા : બંનેને મારી નાખવાની મળી રહેલી ધમકીઓ access_time 12:58 pm IST

  • કેન્દ્રીય પ્રધાન ગિરીરાજસિંહ ત્રીજી વખત કવોરંટાઇન થયા : તેના બે અંગત સહાયકોને કોરોના પોઝીટીવ આવેલ છે. : ગિરીરાજ ફરી કોરન્ટાઇન access_time 2:29 pm IST