Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

મુખ્યમંત્રીના અગ્રસચિવ દાસ સહિત પાંચ IAS અધિકારીઓને અધિક મુખ્ય સચિવમાં પ્રમોશન

1990 બેંચના પાંચ અગ્ર સચિવ કક્ષાના અધિકારીઓને અધિક મુખ્ય સચિવમાં બઢતી

ગાંધીનગર: રાજ્ય સરકારે 1990 બેંચના પાંચ IAS અધિકારીઓને અધિક મુખ્ય સચિવમાં બઢતી આપી છે. જેમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ. કે દાસ ઉપરાંત બીજા ચાર સિનિયર એઈએસ અધિકારીઓનું સમાવેશ થાય છે.

  રાજ્ય સરકારે જન્માષ્ટમીના તહેવાર પહેલા 1990 બેંચના પાંચ અગ્ર સચિવ કક્ષાના અધિકારીઓને અધિક મુખ્ય સચિવમાં બઢતી આપી છે. જે IAS અધિકારીઓને અગ્ર સચિવ માંથી અધિક મુખ્ય સચિવમાં બઢતી આપી છે તે અધિકારીઓમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ.કે દાસને મુખ્યમંત્રી કાર્યલયમાં જ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બનાવ્યા છે. તેમની પાસે ઉદ્યોગ વિભાગનો પણ વધારાનો હવાલો રાખવામાં આવ્યો છે.

 આ ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ કમલ કુમાર દયાનીને સામાન્ય વહીવટ વિભાગમાં જ બઢતી આપીને અધિક મુખ્ય સચિવ બનાવ્યા છે. સોશિયલ જસ્ટિસ અને એમપાવરમેન્ટ (સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ)વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલને તે જ વિભાગમાં બઢતી આપી અધિક મુખ્ય સચિવ બનાવ્યા છે. યોગ સેવા સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ ચંદ્ર વેનુસુમને તે જ જગ્યાએ બઢતી આપીને અધિક મુખ્ય સચિવ બનાવ્યા છે. જ્યારે ગુજરાત મિનરલ ડેવલોપ્મેન્ટ કોર્પોરેશન (GMDC) મેનેજિંગ ડિરેક્ટર અરુણ કુમાર એમ સોલંકીને પણ તે જ જગ્યાએ બઢતી આપીને અધિક મુખ્ય સચિવ બનાવ્યા છે.

ગુજરાત કેડરના 1990 બેંચમાં પાંચ અગ્ર સચિવ કક્ષાના સિનિયર IAS અધિકારીઓ હતા. આ પાંચેય IAS અધિકારીઓને અગ્ર સચિવમાંથી અધિક મુખ્યસચિવમાં બઢતી આપી દેવામાં આવી છે

(8:46 pm IST)