Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

મેઘરજ તાલુકાના ભેમાપુરમાં ત્રણ ગાયના અચાનક મૃત્યુ થતા અરેરાટી મચી જવા પામી

મેઘરજ:તાલુકાના ભેમાપુર ગામે પશુપાલકની ત્રણ ગાયના અચાનક મોત થયા હતા.જેથી પશુપાલકે વેટેરનરી વિભાગના પશુ ર્ડાકટરને જાણ કરાઈ હતી.જેથી ર્ડાકટર ઘટના સ્થળે આવી પહોંચી તપાસ કરતા માલુમ પડયું હતું કે ગલસુંધા નામના રોગથી ગાયોના મોત થયા છે.  ભેમાપુર ગામના સરપંચ ઈશ્વરભાઈ કટારાનો ગામમાં ગાયોનો તબેલો આવેલો છે.જેમાં મોડી રાત્રે ત્રણ ગાયોનું અચાનક મોત નીપજયું હતું.  ત્રણ ગાયો મોતને ભેટતાં આ અંગે વેટેરનરી વિભાગના પશુ ર્ડાકટરને જાણ કરતા ઘટના સ્થળે આવી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

જેમાં વેટેરનરી ર્ડાકટરે ગલસુંધા નામના રોગથી ગાયોના મોત થયાનું જણાવ્યું હતું. પશુપાલકની ત્રણ ગાયો ગલસુંધાના રોગ થી અચાનક મોતને ભેટતાં રૂપિયા દોઢ લાખનું નુકશાન થવા પામ્યું હતું.જયારે અન્ય ૧૦ ગાયો હાલ બિમાર હોઈ વેટેરનરી ર્ડાકટર દ્વારા રસી અપાઈ હતી.આમ ગલસુંધા ના રોગ થી ગાભણ ગાયો ના મોત થતાં આ પંથકમાં પશુપાલકો માં ચિંતા વ્યાપી હતી.

(5:50 pm IST)