Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક અંડર પાસમાં પાણીનો યોગ્ય નિકાલ ન થતા પાણી ભરાયા: લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી

અરવલ્લી:જિલ્લાના શામળાજી નજીક આવેલા વાઘપુર ગામથી ગોઢકુલ્લા ગામે જવાના રસ્તામાં રેલ્વે વિભાગ દ્વારા બનાવાયેલી અંડર પાસમાં પાણીનો યોગ્ય નિકાલ નહિ હોવાના અભાવે અન્ડર પાસમાં વરસાદી પાણી ભરાયા હતા.ઉપરવાસમાં ભારે વરસાદ થતાં આ અન્ડરપાસમાં કેડસમા પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી. જયારે ગોઢકુલ્લા ગામના ૩૦૦ ઘરોના લોકોની અવર જવર બંધ થઈ જતાં તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.દર વર્ષે આ અન્ડર પાસ માં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે.જેથી રેલ્વે તંત્ર દ્વારા અન્ડર પાસમાં ભરાતા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી ગામ લોકો એ માંગ કરી છે.    

જિલ્લામાં છેલ્લા ચાર દિવસ થી સાર્વત્રિક વરસાદ વરસી રહયો છે.ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ થતાં શામળાજી નજીકના વાઘપુર થી ગોઢકુલ્લા ગામે જવાના રસ્તામાં રેલ્વે વિભાગ દ્વારા બનાવવામાં આવેલા અન્ડર પાસમાં વરસાદી કેડસમા પાણી ભરાઈ ગયા છે.જેથી આ પાણી ભરાઈ જતાં ગોઢકુલ્લા ગામના ૩૦૦ ઘરોના લોકો હાલાકીનો સામનો કરી રહયા છે.લોકોને હાલ જીવના જોખમે કેડસમા પાણીમાં ઉતરી જવા મજબુર બનવુંં પડી રહયું છે.જયારે વાહનો લઈ જતા લોકોના વાહનો પાણીમાં બંધ થઈ જતાં હાલાકી વેઠવી પડી રહી છે.

(5:49 pm IST)