Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ગાંધીનગર પોલીસે કલોલના રાજવાણી ગેસ્ટ હાઉસમાં દરોડા પાડી પાંચ જુગારીઓને ધરપકડ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા

કલોલ: શહેરના વેપારી જીન સામે આવેલા રાજવાણી ગેસ્ટ હાઉસમાં એલસીબી-૧એ દરોડો કરી જુગારધામ પકડી પાડયું હતું. રૂમમાંથી પાંચ જુગારીઓની ધરપકડ કરી બે આરોપીને પોલીસે વોન્ટેડ બતાવ્યા છે. તો અડાલજ પોલીસે ખોરજમાંથી પાંચ અને ડભોડા પોલીસે લીંબડીયામાંથી જુગાર રમતાં ચાર શખ્સોને ઝડપી પાડયા છે આ જુગારીઓ પાસેથી પોલીસે રોકડ તથા મોબાઇલ ફોન મળી એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લઇ કાર્યવાહી કરી હતી.

એલસીબી -૧ના પીઆઇ જે.જી.વાઘેલાએ પોતાના સ્ટાફને જુગાર અને પ્રોહી.ની સફળ રેડ કરવા આદેશ કર્યો હતો. જેથી તેમના સ્ટાફના પીએસઆઇ વી.કે.રાઠોડ તથા હેડકોન્સ્ટેબલ લતીફ ખાન, કોન્સ્ટેબલ રાજવીરસિંહ, જીગ્નેશભાઇ, ગોવિંદભાઇ સહીતનો સ્ટાફ કલોલ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે વખતે બાતમી મળી હતી કે, રાજવાણી ગેસ્ટ હાઉસમાં રમીજ મજીદભાઇ મેમણ જુગારધામ ચલાવે છે. જેથી એલસીબીએ રાજવાણી ગેસ્ટ હાઉસના રૂમ નંબર ૨૦૨માં દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા રમીઝ મજીદભાઇ મેમણ રહે. ગુલમહોર સોસાયટી પાનસર રોડ, ઇશાક મુસ્તાકભાઇ સૈયદ રહે.નંદાસણ, સદ્દામ હારૂનભાઇ મેમણ રહે.મટવાકુવા કલોલ, ઇરફાન ઉર્ફે અકરમ અકબરાલી સૈયદ રહે.નંદાસણ, ઇમરાન હમિદભાઇ મેમણ રહે.લીલી તલાવડી કલોલને રંગેહાથે ઝડપી લીધા હતા. રમીઝ તેમજ વિકંુ ઉર્ફે બકરી અને સહેજાદ ઉર્ફે કાથો અહેમદભાઇ ઘાંચી આ ત્રણેય મળી ગેસ્ટ હાઉસમાં જુગાર રમાડતા હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી હતી. જેથી પોલીસે આ કેસમાં વિકું અને સહેજાદને વોન્ટેડ બતાવ્યા છે. પોલીસે સ્થળ પરથી રૂપિયા ૩૧,૩૩૦ની રોકડ અને છ નંગ મોબાઇલ ફોન તથા બાઇક મળી કુલ રૂપિયા ૮૬,૩૩૦નો મુદ્દામાલ કબ્જે લઇ જુગારીઓ સામે કાર્યવાહી કરી હતી. તો બીજી બાજુ અડાલજ પોલીસે ખોરજમાં ખોડીયાર રેલ્વે સ્ટેશનની સામે દરોડો પાડીને રેલ્વે કોલોનીમાં રહેતા પ્રહલાદજી હીરાજી ઠાકોર, પ્રકાશ ચીમનભાઈ ગાંધી, ઈશ્વરજી શનાજી ઠાકોર, ચાંદખેડાના સતદેવ બૈજનાથસિંહ, સાબરમતીના અરૂણ ગોપાલહરીને ૧૩૧૦નો રોકડ સાથે જુગાર રમતાં ઝડપી લીધા હતા. તો બીજી બાજુ ડભોડા પોલીસે પણ લીંબડીયામાં દરોડો પાડીને જુગાર રમતાં લીંબડીયા ગામના મહોબત બેચરજી ઠાકોર, હીતેશ કનુભાઈ પટેલ, મિલન પરબતભાઈ ઠાકોર, શૈલેષજી મહોબતજી સોલંકીને ૧૪પ૩૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જયારે પેથાપુર પોલીસે મોટી આદરજમાંથી નટુજી રામાજી ઠાકોરને વરલી મટકાનો જુગાર રમતાં ઝડપી લીધા હતા.

(5:48 pm IST)