Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

સુરત:પરિવારની જાણ બહાર પ્રેમીને મળવા જવું યુવતીને ભારે પડ્યું:છેતરપિંડી આચરી દેહવ્યાપારમાં ધકેલી દેતા પોલીસે તપાસના આધારે નરાધમની ધરપકડ કરી

સુરત:પરિવારની જાણ બહાર પ્રેમીને મળી મુંબઇથી પરત આવતી વેળા ભરૂચ પહોંચી જતા દેહવ્યાપારમાં ધકેલવાના પ્રકરણમાં સગીરા સાથે દુષ્કર્મ કરવા ઉપરાંત ગ્રાહકો પાસે મોકલાવનાર વધુ એકની પુણા પોલીસે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

સુરતના પુણા વિસ્તારમાં રહેતી અને ઘરેથી શેમ્પુ લેવાના બ્હાને નીકળ્યા બાદ મુંબઇ ખાતે રહેતા પ્રેમીને મળવા પહોંચી જનાર સગીરાને પ્રેમીએ સમજાવીને પરત સુરત મોકલાવી હતી. પરંતુ સગીરા સુરતને બદલે મુંબઇ પહોંચી જતા એક મહિલાએ મદદના બ્હાને ઝાકીરને હવાલે કરી દીધી હતી. ઝાકીરે સગીરા સાથે દુષ્કર્મ કર્યુ હતું અને ત્યાર બાદ દેહવિક્રયના ધંધામાં ધકેલી દીધી હતી. આ પ્રકરણમાં પોલીસે એક મહિના અગાઉ સગીરા પાસે દેહવિક્રયનો ધંધો કરાવનાર ઝાકીર અહેમદ ઇસ્માઇલ તરકી અને તેની પત્ની સના ઉર્ફે સુમૈયા અહેમદ ઇસ્માઇલ તરકી (બંન્ને રહે. સંજાલીગામ, સકાડા ચોકડી, તા. અંકલેશ્વર, ભરૂચ અને મૂળ ભાદા ગામ, અંકલેશ્વર, ભરૂચ) સહિત ત્રણ જણાને ઝડપી પાડયા હતા. તેમની પુછપરછના આધારે પોલીસે વધુ એક મોહમદ ઇરશાદ ઉર્ફે ભોવન ઇક્બાલ ભૈયાત (રહે. 23 રહે. સુથાર ફળિયું, ભાદીગામ, તા. અંકલેશ્વર, જિ. ભરૂચ) ને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે મોહમદ ઇરશાદને હાથ ધરેલી પુછપરછમાં તેણે પણ સગીરા સાથે દુષ્કર્મ કર્યુ હતું અને ત્યાર બાદ ગ્રાહકો પાસે લઇ જવા અને લાવવાનું કામ પણ કરતો હતો. જયારે હતી આ પ્રકરણમાં અયુબ નામનો યુવાન પોલીસ ગિરફતની બહાર છે. જેની શોધખોળ હાથ ધરી છે.

(5:40 pm IST)