Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

વડોદરાના હરણી રોડ પર ફાઇનાન્સ બેંકમાં ચોરી કરવા આવેલ ગઠિયા પર કટર ફરી જતા કમકમાટીભર્યું મૃત્યુ

વડોદરા,તા,9,ઓગસ્ટ,2020,રવિવાર હરણી રોડ સંગમ પાસે આવેલી  ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં કટર મશીન સાથે ચોરી કરવા માટે ઘૂસેલા ચોરને બેન્કના મેનેજરે શટર બહારથી બંધ કરીને અંદર પૂરી દીધો હતો. તે દરમિયાન લોકર તોડવા માટેનુ કટર મશીન અકસ્માતે ખુદ ચોરના જ ગળા પર ફરી જતા ચોરનું ગળુ કપાઇ જવાથી તેનું મોત નિપજ્યું છે. મૃતકના પર્સમાંથી  મળેલા આધારકાર્ડના  આધારે વારસિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

બગીખાના પોલોગ્રાઉન્ડ પાસેની રાજરત્ન સોસાયટીમાં રહેતા પ્રશાંત દયાશંકર શર્મા ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં છેલ્લા ૮  મહિનાથી મેનેજર છે. ચેન્નાઇ ખાતે આવેલા બેન્કના વિજિલન્સ ડિપાર્ટમેન્ટમાંથી રાત્રે ૧૨.૪૦ વાગ્યે મેનેજર પર ફોન આવ્યો હતો અને જાણ કરી હતી કે બેન્કમાં કોઇ અજાણ્યો વ્યક્તિ ઘુસ્યો છે અને બેન્કના કેશ કાઉન્ટર પાસે  આંટાફેરા મારે છે તો તમે તાત્કાલિક પહોચો.જેથી મેનેજર  તાબડતોબ બેન્ક પર પહોંચ્યા હતા. બેન્કનો મુખ્ય દરવાજો બંધ હતો. પણ બાજુમાં આવેલા એટીએમ રૃમનું શટર અર્ધખુલ્લી  હાલતમાં હતું.  તે શટરમાંથી મેનેજર અંદર ગયા હતા.  એટીએમ રૃમમાંથી બેન્કમાં જવાનું શટર પણ અડધુ ખુલ્લી હાલતમાં હતું અને અંદર નાનુ મશીન ચાલતું હોવાનો અવાજ આવતો હતો. જેથી મેનેજરે એટીએમ કેબીનનો દરવાજો  બંધ કરી બહાર આવી પોલીસને કોલ કર્યો હતો. 

(5:30 pm IST)