Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

વડોદરામાં મધ્યરાત્રીએ પડેલ વરસાદના કારણોસર મકાન ધરાશાયી થતા દબાયેલ ત્રણ શખ્સોને ભારે જહેમત બાદ કાઢવામાં આવ્યા

વડોદરા: શહેરમાં ગઈ મોડીરાત્રે તૂટી પડેલા ભારે વરસાદના કારણે જુદા જુદા વિસ્તારમાં ત્રણ મકાન ધરાશાઈ થયા ના બનાવ બન્યા હતા.

જુબેલીબાગ વિસ્તારમાં બારદાન ગલી માં ધડાકાભેર મકાન ધરાશાયી થતા લોકો દોડી આવ્યા હતા. બનાવની જાણ ફાયરબ્રિગેડને કરાતા મકાન ના કાટમાળ તળે દબાયેલા કિશોરભાઈ રાણા (58) ને ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યારે મહિલા સહિત બીજી બે વ્યક્તિ નો બચાવ થયો હતો.આજ રીતે કાલુપુરા વિસ્તારોમાં પણ એક મકાન નો આગળ નો ભાગ ધરાશાયી થયો હતો પરંતુ રાત્રિના સમયે અવર-જવર નહિવત હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.

(5:29 pm IST)